Home /News /dharm-bhakti /Feng Shui: દરેક ઈચ્છા થશે પુરી, બસ ફેંગશુઈમાં જણાવેલી આ ટિપ્સ અપનાવો

Feng Shui: દરેક ઈચ્છા થશે પુરી, બસ ફેંગશુઈમાં જણાવેલી આ ટિપ્સ અપનાવો

ફેંગશુઈ ગાય ઉપાય

Feng Shui Tips: ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્રને ફેંગશુઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ વચ્ચે ઘણી સામ્યતા છે. ફેંગશુઈ અનુસાર, ઘરમાં સમૃદ્ધિ અને ખુશી લાવવાના ઘણા ઉપાય છે, જેને અપનાવીને તમે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો છો.

વધુ જુઓ ...
    જે રીતે આપણા દેશમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે એ જ રીતે ચાઈનામાં ફેંગશુઈનું મહત્વ છે. ફેંગશુઈ ભારતીય વાસ્તુ શાસ્ત્ર ખુબ સમાંતર છે. જેવી રીતે ભારતમાં ગાયની પૂજા થાય છે એવી જ રીતે ચાઈનામાં ગાયને સંપન્નતાના રૂપમાં જોવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ગાય માત્ર ઘરમાં શાંતિ જ નહિ પરંતુ એનાથી ઈચ્છાની પણ પૂરતી થાય છે. આ જ કારણ છે કે ફેંગશુઈમાં ગાયની અલગ અલગ મુદ્રામાં પ્રતિમા રાખવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

    ગાયનું કયું પ્રતીક ઘરમાં રાખવું શુભ હોય છે એ અંગે આપણને જણાવી રહ્યા છે જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત કૃષ્ણ કાંત શર્મા

    ગાયનું સ્તનપાન કરતુ વાછરડું


    ફેંગશુઈ અનુસાર ઘરના બેડરૂમમાં વાછરડા દ્વારા દૂધ પીતી ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સંતાનની સમસ્યા દૂર થાય છે. ફેંગશુઈની માન્યતા અનુસાર જે બેડરૂમમાં વાછરડાની મૂર્તિ રાખવામાં આવે છે તેમાં બુદ્ધિશાળી અને સ્વસ્થ બાળકોનો જન્મ થાય છે. ગાયની મૂર્તિ હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી બધા તેને જોઈ શકે.

    આ પણ વાંચો: Vastu Tips: ઘરના મુખ્ય દ્વાર સામે ન હોવી જોઈએ આ વસ્તુઓ, દેવામાં થાય છે વધારો

    સિક્કાના ઢગલા પર બેઠેલી ગાય


    સિક્કાના ઢગલા પર બેઠેલી ગાયનું પ્રતીકાત્મક સ્વરૂપ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની શુભતા ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્ર બંનેમાં કહેવામાં આવી છે. આ શો પીસ ઘરમાં રાખવાથી સૌભાગ્ય આવે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. આ સિવાય આ શો પીસને વર્કપ્લેસમાં રાખવાથી બિઝનેસમાં વધારો થાય છે અને નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ બનવા લાગે છે.

    આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં આ પાંચ વૃક્ષ-છોડ લગાવવાનું ટાળો, થઇ શકે છે આર્થિક નુકસાન

    કામધેનુ ગાયની પ્રતિમા


    જો તમે તમારા જીવનમાં એકલતા અને અસહાય અનુભવો છો અને તમને ચારેબાજુ અંધકાર દેખાઈ રહ્યો છે, તો તેને દૂર કરવા માટે, તમે તમારી ઓફિસ અથવા વ્યવસાયના સ્થળે ફેંગશુઈના કામધેનુ પ્રતીકને રાખી શકો છો. તેનાથી તમને માનસિક શાંતિ તો મળશે જ, પરંતુ તમે પ્રતિકૂળતાનો પણ તાકાતથી સામનો કરી શકશો.


    કઈ દિશામાં રાખવું


    ફેંગશુઈ અનુસાર, તમારા ઘર અથવા કાર્યસ્થળ પર ગાયનું કોઈપણ પ્રતીક સ્વરૂપ રાખવા માટે દક્ષિણ-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં રાખવાથી તમને સંપૂર્ણ પરિણામ મળશે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Vastu tips

    विज्ञापन
    विज्ञापन