Home /News /dharm-bhakti /Feng Shui Tips: ઘરમાં કાચબો રાખતા પહેલા જાણી લો તેની સાચી રીત, ધનને કરશે આકર્ષિત

Feng Shui Tips: ઘરમાં કાચબો રાખતા પહેલા જાણી લો તેની સાચી રીત, ધનને કરશે આકર્ષિત

સુખ અને સમૃદ્ધિ માટે ઘરમાં કાચબો રાખવો શુભ માનવામાં આવે છે.

Feng Shui Tips: એવું માનવામાં આવે છે કે ઘરમાં કાચબો (Turtle significance) રાખવાથી પ્રગતિ થાય છે અને ઘરમાં ખુશીઓ પણ આવે છે. એવા ઘણા લોકો છે જે ઘરમાં કાચબો લઈ આવે છે પરંતુ તે જાણતા નથી કે કાચબો રાખવાની સાચી રીત કઈ છે.

Feng Shui Tips: કાચબો (Tortoise) એક ઉભયજીવી પ્રાણી છે જે પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે છે. શાસ્ત્રોમાં કાચબાનું અત્યંત મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કાચબો (Turtle significance) રાખવાથી પરિવારના સભ્યોમાં પ્રેમ ભાવના જળવાઈ રહે છે. તેમની પ્રગતિ થાય છે અને સાથે જ ઘરમાં ખુશીઓ પણ આવે છે. કાચબો રાખવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. એવા ઘણા લોકો છે જે ઘરમાં કાચબો લઈને આવે છે પરંતુ તે જાણતા નથી કે કાચબો રાખવાની સાચી રીત કઈ છે. ચાલો આજે જાણીએ કે ઘરમાં કાચબાને કેવી રીતે રાખવો, જેથી તમને કોઈપણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે અને સાથે જ તમારા ઘરમાં ધનની કોઈ કમી પણ ન આવે.

ઘર અને ઓફિસમાં રાખો કાચબો

ઓફિસ અને ઘરમાં કાચબો રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ કછપના રૂપમાં અવતાર લીધો હતો. જેને કૂર્મ અવતાર પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે ઘર કે ઓફિસમાં કાચબો રાખવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે અને વ્યક્તિને દરેક દિશામાં સફળતા મળે છે.

આ પણ વાંચો: ઘરેથી કામ કરતા હો તો અપનાવો આ Vastu Tips, કાર્યક્ષમતા વધશે

કાચબાને પાણીમાં જ રાખો

કાચબો લાંબા સમય સુધી જીવિત રહેતું એક માત્ર પ્રાણી છે. ધાતુથી નિર્મિત કાચબો તમે તમારા ઘરમાં પૂજા સ્થાન પર રાખી શકો છો. એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે કાચબાને ક્યારેય પાણી વગર ના રાખો. તેને પાણીમાં રાખવું શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આવે છે.

કાચબાને ઉત્તર દિશામાં રાખો

કાચબાને ઉત્તર દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે, કારણ કે ઉત્તર દિશાને દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કાચબો રાખવાથી વેપારમાં સફળતા અને ધન લાભ સાથે શત્રુઓનો પણ નાશ થાય છે.

આ પણ વાંચો: આ 4 રાશિના જાતકોની યાદશક્તિ હોય છે તેજ, સરળતાથી કંઈ ભૂલતા નથી

ક્રિસ્ટલનો કાચબો રાખો

જો તમે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો તમારે એક ક્રિસ્ટલ ટર્ટલ લાવવું જોઈએ. કાચબાનું મોઢું હંમેશા ઘરની અંદરની તરફ રાખવું ફાયદાકારક છે.

બેડરૂમમાં ન રાખો

હંમેશા ધ્યાનમાં રાખો કે કાચબાને ડ્રોઈંગ રૂમમાં રાખો. કાચબાને ક્યારેય બેડરૂમમાં ન રાખવો જોઈએ. તેનાથી ઘર અને ઘરના સભ્યો પર નકારાત્મક અસર પડે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: ધર્મભક્તિ