Home /News /dharm-bhakti /Fengshui Tips: તિજોરી ધનથી છલકાઈ જશે, ઘરમાં ફેંગશુઈની આટલી વસ્તુઓ રાખો

Fengshui Tips: તિજોરી ધનથી છલકાઈ જશે, ઘરમાં ફેંગશુઈની આટલી વસ્તુઓ રાખો

ફેંગશુઈ (Fengshui) પંચતત્વો પર આધારિત છે. તેમાં ઘરમાં સુખ શાંતિ રહે તે માટે ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે (પ્રતિકાત્મક તસવીર)

Fengshui Tips : આ વસ્તુઓ ઘર અથવા ઓફિસમાં રાખવાથી વાસ્તુ દોષો દૂર થતાં હોવાની અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવતી હોવાની માન્યતા છે

Fengshui Tips: ફેંગશુઈને ચીનનું વાસ્તુશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફેંગશુઈ (Fengshui) પંચતત્વો પર આધારિત છે. તેમાં ઘરમાં સુખ શાંતિ રહે તે માટે ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે. ફેંગશુઇમાં વિન્ડ ચાઇમ, ક્રિસ્ટલ, ડ્રેગન, લાફિંગ બુદ્ધા જેવી વસ્તુઓનું ખૂબ મહત્વ છે. આ વસ્તુઓ ઘર અથવા ઓફિસમાં રાખવાથી વાસ્તુ દોષો દૂર થતાં હોવાની અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવતી હોવાની માન્યતા છે. ફેંગશુઈની ખાસ ટિપ્સ (Fengshui Tips)નોકરીમાં બઢતી આપે છે અને ધનલાભ થાય છે. ત્યારે સુખ-શાંતિ અને બરકત માટે ફેંગશુઈ સાથે જોડાયેલી કઈ કઈ વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

માછલી ઘર


ચીનના વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં માછલીને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને તો નાની માછલીઓને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર માછલીનું એક્વેરિયમ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘરનો કંકાશ દૂર થાય છે.

લાફિંગ બુદ્ધા


ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધા ઘરમાં સારા નસીબ અને સકારાત્મક ઉર્જા લાવે છે. લાફિંગ બુદ્ધાનું સ્ટેચ્યુ એવી જગ્યાએ રાખવું જોઈએ કે ઘરમાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલા તમારી નજર તેના પર પડે અથવા ઘરમાંથી બહાર નીકળતા પણ તે સામે દેખાય. લાફિંગ બુદ્ધા ઘરમાં સૌભાગ્ય લાવે છે.

આ પણ વાંચો - પાડોશીઓને ક્યારેય ન આપશો રસોડાની આ વસ્તુઓ, જતી રહેશે ઘરની સુખ શાંતિ

કાચબો


ફેંગશુઈમાં કાચબો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં કાચબાને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘર અથવા ઓફિસની ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિને જીવનમાં પ્રગતિ અને સફળતા મળતી હોવાનું કહેવાય છે.

ચીની સિક્કા


ફેંગશુઈમાં ત્રણ ચીની સિક્કા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમને લાલ રિબનમાં બાંધીને અને દરવાજાના હેન્ડલ પર લટકાવી દો. આ સિક્કાઓને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં સંપત્તિ અને સારા નસીબ લાવવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

વાંસનું ઝાડ


વાંસનું ઝાડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું કામ કરે છે. ઘર કે ઓફિસમાં બાંબૂ ટ્રી રાખવાથી પોઝીટિવ એનર્જી આવે છે અને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે. એવું કહેવાય છે કે વાંસનું ઝાડ જાતે ખરીદવાને બદલે જો કોઈ તેને ભેટમાં આપે તો તે વધુ શુભ ગણાય છે.

ક્રિસ્ટલ


ફેંગશુઈ અનુસાર ઘરમાં ક્રિસ્ટલને ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કેઇશાન કોણમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. ઓફિસમાં સફેદ રંગના ક્રિસ્ટલ ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ.
First published:

Tags: Astro, Astro Tips, Astrolgoy

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन