Home /News /dharm-bhakti /

Fegn shui tips : કાચબો અને બિલાડી લાવે છે ધન-સમૃદ્ધિ, જાણો ફેંગશુઈ વિશેના રસપ્રદ ત્થ્યો

Fegn shui tips : કાચબો અને બિલાડી લાવે છે ધન-સમૃદ્ધિ, જાણો ફેંગશુઈ વિશેના રસપ્રદ ત્થ્યો

ફેંગશુઈ ટીપ્સ

Feng shui Tips : વાસ્તુની જેમ ભારતમાં પણ લોકો ચીની વાસ્તુના નિયમોનું પાલન કરવા લાગ્યા છે. જે ફેંગશુઇ નામે ઓળખવામાં આવે છે. જેમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ અને ઘરની ખામીઓને દૂર કરી શકાય છે. તેમાં જણાવેલા ઉપાયો વ્યક્તિ માટે ફાયદાકારક છે.

વધુ જુઓ ...
    Feng Shui Tips: વ્યક્તિ પોતાના સુખ સમૃદ્ધિ માટે અવનવા પ્રયોગો કરતો રહેતો હોય છે. જેમાં ખાસ કરીને તે વાસ્તુ(vaastushastra) આધારિત પરિવર્તનને વધુ મહત્વ આપતો જોવા મળે છે. આજે અમે તમને આવીજ કંઈક વિશેષ વાસ્તુ ટિપ્સ આપીશું કે જેને ફેંગશુઈ(Feng Shui) નામે ઓળખવામાં આવે છે. ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ -ફેંગશુઇ બિલાડીતરીકે ઓળખાય છે. ફેંગશુઈમાં(Feng shui) પણ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધન સંબંધિત ઈચ્છાઓ પૂરી કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આજકાલ, ભારતીય બજારમાં ફેંગશુઈ સંબંધિત ઘણા બધા ગેજેટ્સ અને શોપીસ જોવા મળે છે, જે ઘરની વાસ્તુને સુધારવાની સાથે ખરાબ નસીબને પણ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ફેંગશુઈમાં દર્શાવેલ આ વસ્તુઓમાં એટલી સકારાત્મક ઉર્જા હોય છે કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા જીવનને ખુશ કરી શકે છે. આ મામલે ઈન્દોરમાં રહેતા જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર કૃષ્ણકાંત શર્મા જણાવી રહ્યા છે.

    ફેંગશુઈમાં બિલાડીને લકી માનવામાં આવે છે. આ બિલાડીનો રંગ અલગ છે અને અલગ-અલગ રંગોની અલગ-અલગ અસર છે. આર્થિક સ્થિતિ સુધારવા માટે તમે ઘરે અને દુકાને સોનેરી રંગની બિલાડી રાખી શકો છો. સારા નસીબ માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લીલી બિલાડી રાખવી શુભ માનવામાં આવે છે. આ સિવાય જો તમારી લવ લાઈફ સારી નથી ચાલી રહી તો તમે તમારા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લાલ રંગની બિલાડી રાખી શકો છો.

    - ફેંગશુઇ ઊંટ

    ફેંગશુઈમાં ઊંટને સંઘર્ષનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઘરમાં ઊંટનો શો પીસ રાખે છે તો તેની ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આ સાથે જો ઘરમાં ઊંટની જોડી રાખવામાં આવે તો ધનના આગમન માટે અનેક માર્ગો બને છે. આ શો પીસને તમે તમારા ઘર અને ઓફિસની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી શકો છો.

    - ધાતુનો કાચબો

    ફેંગશુઈમાં એવું માનવામાં આવે છે કે ઘરમાં ધાતુથી બનેલો કાચબો રાખવો ખૂબ જ શુભ હોય છે. તમે તમારા ઘરની ઉત્તર દિશામાં ધાતુનો બનેલો કાચબો રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશા દેવી લક્ષ્મીની દિશા છે, તેથી આ સ્થાન પર કાચબા રાખવાથી ધનના આગમનનો માર્ગ ખુલે છે. આ સિવાય બિઝનેસમાં પણ સફળતા મળે છે.

    આ પણ વાંચોReligion: શુક્રવારે કરો આ 10 કામ, પૈસાથી તિજોરી છલકાઈ જશે

    - ક્રિસ્ટલ કાચબો

    જો તમને અથવા તમારા પરિવારને પૈસાની સતત સમસ્યા રહે છે, તો આવી સ્થિતિમાં તમે તમારા ઘરમાં ક્રિસ્ટલ કાચબો લાવી શકો છો. કાચબાને ઘરમાં રાખતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ કાચબાનું મોં હંમેશા ઘરની અંદરની તરફ હોવું જોઈએ. આ સિવાય આ કાચબાને હંમેશા પાણીના બાઉલમાં રાખો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Dharm News, ધર્મ ભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन