Home /News /dharm-bhakti /Astro Tips: આ લોકોએ ભૂલથી પણ ન નાંખવું જોઇએ કબૂતરોને ચણ, પુણ્યના બદલે મળશે અશુભ પરિણામ
Astro Tips: આ લોકોએ ભૂલથી પણ ન નાંખવું જોઇએ કબૂતરોને ચણ, પુણ્યના બદલે મળશે અશુભ પરિણામ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેટલાંક લોકોએ આવુ કરવાનું ટાળવુ જોઇએ
Feed the Pigeons: ઘણાં લોકોને પક્ષીઓને ચણ નાંખવું ખૂબ જ પસંદ હોય છે. ખાસ કરીને લોકો કબૂતરોને ચણ નાંખે છે. જો કે બધાએ કબૂતરોને ચણ ન નાંખવુ જોઇએ. તેનાથી અશુભ પરિણામ પણ મળી શકે છે.
Feeding Pigeons Good or Bad: ખુશહાલ જીવન માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં પણ અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક ઉપાય કબૂતરોને ચણ નાંખવાનો પણ છે. કેટલાંક લોકો મનની શાંતિ માટે અથવા તો પક્ષી પ્રેમી હોવાના કારણે ચણ નાંખે છે તો કેટલાંક લોકો ઉપાય તરીકે આવુ કરે છે.
આમ તો કબૂતરોને ચણ નાંખવુ શુભ માનવામાં આવે છે. જો કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેટલાંક લોકોએ આવુ કરવાનું ટાળવુ જોઇએ. નહીંતર શુભના બદલે અશુભ ફળ મળવા લાગે છે. ચાલો જાણીએ કયા લોકોએ કબૂતરોને ચણ ન નાંખવુ જોઇએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુનો સંબંધ છત સાથે જણાવવામાં આવ્યો છે. બીજી તરફ, બુધ ગ્રહના ઉપાય તરીકે, કબૂતરોને ચણ ખવડાવવામાં આવે છે, પરંતુ જ્યારે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને બુધનો સંયોગ હોય, તો આવા લોકોએ કબૂતરને તેમના છત પર ચણ નાંખવુ જોઈએ નહીં. તેનાથી માનસિક સ્થિતિ બગડી શકે છે.
છત પર ચણ નાંખવું
બીજી તરફ, જ્યારે કબૂતરોને છત પર ચણ નાંખવામાં આવે છે, ત્યારે તેઓ છતને ગંદુ કરે છે. હવે રાહુનો સંબંધ છત સાથે હોવાથી જો છત ગંદી હોય તો રાહુ દૂષિત થાય છે. આવી સ્થિતિમાં જે લોકો ધાબા પર ચણ નાંખે છે તેના પર વિપરીત અસર થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કબૂતરોને ચણ નાંખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ઘરમાં કબૂતરને ચણ નાંખવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જાય છે અને સુખ-શાંતિ બની રહે છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર