ઇલાયચીના આ એક ઉપાયથી કાળી ચૌદશના દિવસે કરો નકારાત્મક ઊર્જાને દૂર

News18 Gujarati
Updated: October 26, 2019, 2:27 PM IST
ઇલાયચીના આ એક ઉપાયથી કાળી ચૌદશના દિવસે કરો નકારાત્મક ઊર્જાને દૂર
પ્રતિકાત્મક તસવીર

ઓમ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લશ્મી વાસુદેવાય નમ: નો જાપ કરો. અને ઇલાયચીનો આ ઉપાય કરો.

  • Share this:
આજે કાળીચૌદશ (kali chaudas) છે. અને તેમાં પાછું શનિવારનો સંયોગ પણ બને છે. જેનાથી આ કાળી ચૌદશ પર માં કાળી સમેત હનુમાનજી અને શનિ મહારાજની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે. આજે અનેક લોકો ઘરમાંથી કકળાટ નીકાળે છે. અને નકારાત્મક ઉર્જા આપણા મન અને ઘરમાંથી દૂર થાય તે માટે પ્રયાસ કરે છે. વળી કાળીચૌદશનો આ દિવસ તાંત્રિક સાધનાનો દિવસ પણ કહેવાય છે.

ત્યારે જો તમે પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માંગો છો તો ઇલાયચીનો આ સાદો ઉપાય ખાસ કરો. જેનાથી નકારાત્મક ઉર્જા તો ઘરથી દૂર થશે જ સાથે લક્ષ્મીની કૃપા પણ તમે અને તમારા પરિવાર પર રહેશે.

ઇલાયચીના આ ઉપાય માટે એક ઇલાયચી લો. તે વાતનું ધ્યાન રાખો કે ઇલાયચી સૂકી ના હોય. આ ઇલાયચી લઇને ઘરના પૂજાની જગ્યા પર બેસો. પછી સરસવના તેલનો દિવો કરી યમરાજને યાદ કરો અને ઓમ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લશ્મી વાસુદેવાય નમ: નો જાપ કરો. તમે આ જાપ 11 કે 21 વાર કરી શકો છો. આ જાપ કરો તે સમયે કોઇ અવરોધ ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. આ પછી તમારી જે સમસ્યા હોય તેનું સ્મરણ કરો અને ઇલાયસીને 21 વાર દિવા પર ઊંધી ફેરવા અને તમે જે રૂમમાં સુવો છો તે રૂમમાં તકિયા નીચે એક કાગળમાં લપેટી આ ઇલાયસી રાખી દો.

આ પછી દિવાળીના દિવસે કાગળમાં રાખેલી આ ઇલાયચીને બહાર જઇ કોઇ પણ ઝાડ નીચે દાટી દો. યાદ રાખજો દિવાળીના દિવસે આ ઇલાયચીને કાગળમાંથી ખોલીને ના જોતા કે કાગળમાંથી બહાર પણ ના નીકાળતા. પડિકા સ્વરૂપે જ તેને ઝાડની દાટી દો. આ ઇલાયચી તમને ખરાબ નજરથી બચાવશે. અને તે પછી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. જો કે ઇલાયચીનો આ ઉપાય સંધ્યા થયા પછી અંધારાના સમયે જ કરવો.
First published: October 26, 2019, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading