Home /News /dharm-bhakti /Putrada Ekadashi : આજે પોષ પુત્રદા એકાદશી પર જરૂર કરી લેજો આ કામ, મોક્ષ પ્રાપ્તિની છે માન્યતા
Putrada Ekadashi : આજે પોષ પુત્રદા એકાદશી પર જરૂર કરી લેજો આ કામ, મોક્ષ પ્રાપ્તિની છે માન્યતા
હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ
Putrada Ekadashi Vrat Katha : હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. તેમાં પણ પોષ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી પુત્રદા એકાદશીના નામે ઓળખવામાં આવે છે.
Putrada Ekadashi : હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. પોષ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
દરેક માસમાં બે વાર એકાદશી આવે છે. એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પત્રમાં. એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. એકાદશી વ્રતના પારણા બીજા દિવસે કરવામાં આવે છે.
આવતીકાલે 2 જાન્યુઆરીએ પોષ પુત્રદા એકાદશી વ્રત અને બીજા દિવસે એટલે કે 3 જાન્યુઆરીએ પોષ પુત્રદા એકાદશી વ્રતના પારણા કરવામાં આવશે. એકાદશી વ્રતના પારણા પહેલા વ્રત કરનારે એકાદશી વ્રત કથાનો પાઠ જરૂર કરવો જોઇએ. એવી માન્યતા છે કે વ્રત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમામની મનોકામનાઓ પૂરી થાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાંચો પોષ એકાદશીની વ્રત કથા....
પોષ પુત્રદા એકાદશી વ્રત કથા
પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેના રાજા સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર, મહિષ્મતી નામના રાજ્યમાં મહાજિત નામનો એક રાજા શાસન કરતો હતો. આ રાજા પાસે વૈભવની કોઇ કમી ન હતી. પરંતુ તેને કોઇ સંતાન ન હતુ. જેના કારણે રાજા પરેશાન રહેતો હતો.
રાજા પોતાની પ્રજાનું પણ પુરતુ ધ્યાન રાખતો હતો. સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી. ત્યારે રાજાએ ઋષિ મુનિઓની શરણ લીધી. તે બાદ રાજાને એકાદશી વ્રત વિશે જણાવવામાં આવ્યું. રાજાએ વિધિ પૂર્વક એકાદશીનું વ્રત પૂર્ણ કર્યુ અને નિયમ સાથે વ્રતના પારણા કર્યા. તે બાદ રાણીએ થોડા જ દિવસોમાં ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આગળ જઇને રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર