Home /News /dharm-bhakti /

Rice On Ekadashi: એકાદશીએ ભાત શા માટે ન ખાવા જોઈએ? જાણો તેની પાછળનું કારણ

Rice On Ekadashi: એકાદશીએ ભાત શા માટે ન ખાવા જોઈએ? જાણો તેની પાછળનું કારણ

એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. આ દિવસે વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે.

Rice On Ekadashi: એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે, આ દિવસે વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે. માટે આ દિવસે વ્રત, જપ-તપ, દાન-પુણ્ય કરવાથી વ્યક્તિ શ્રી હરિનું સાનિધ્ય પ્રાપ્ત કરીને જીવન-મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે.

વધુ જુઓ ...
  Rice On Ekadashi: સનાતન ધર્મમાં દરેક તિથિ અને સપ્તાહના દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત (Dedicated) કરવામાં આવ્યા છે. જેનાથી જોડાયેલી ઘણી માન્યતાઓનો ઉલ્લેખ પૌરાણિક કથા (Mythology) અને શાસ્ત્રોમાં વાંચવા મળે છે. એવી જ માન્યતા એકાદશી (Ekadashi) તિથિને લઈને પણ છે, કે એકાદશી તિથિએ મનુષ્યએ ચોખા ન ખાવા જોઈએ. દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ હોય છે જેમાં બે એકાદશી તિથિ આવે છે. એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે, આ દિવસે વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે. માટે આ દિવસે વ્રત, જપ-તપ, દાન-પુણ્ય કરવાથી વ્યક્તિ શ્રી હરિનું સાનિધ્ય પ્રાપ્ત કરીને જીવન-મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. આવો જાણીએ શા માટે એકાદશી પર ભાત ન ખાવા જોઈએ.

  પૌરાણિક માન્યતા

  એકાદશી પર ચોખા ખાવા અંગે પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ચોખા ખાવાથી વ્યક્તિ સરિસૃપ પ્રાણીની યોનિમાં જન્મ લે છે. સાથે જ તેનાથી મુક્તિ મેળવવા માટે દ્વાદશી પર ચોખાનું સેવન કરી શકાય છે. પૌરાણિક કથા અનુસાર એક વાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહર્ષિ મેધાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો અને તેનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો હતો. ત્યારબાદ મહર્ષિ મેધા પૃથ્વીમાંથી જવ અને ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા. આ જ કારણે જવ અને ચોખાને જીવ માનવામાં આવે છે.

  આ પણ વાંચો: માત્ર આસ્થા જ નહી પરંતુ ભવ્યતાને કારણે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે આ પાંચ સૂર્યમંદિર, જુઓ તસવીરો

  કહેવાય છે કે એકાદશીના દિવસે જ મહર્ષિ મેધાનો અંશ પૃથ્વીમાં સમાયો હતો. આ જ કારણ છે કે એકાદશી પર ચોખાને જીવ માનીને ખાવામાં આવતા નથી, આ દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ. જેથી સાત્વિક સ્વરૂપે વિષ્ણુ પ્રિયા એકાદશીનું વ્રત સંપન્ન થઈ શકે.

  જ્યોતિષશાસ્ત્ર અનુસાર

  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ચોખામાં જળ તત્વ વધુ હોય છે અને ચંદ્રની અસર પાણી પર વધુ પડે છે. તેથી ભાત ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે, જેના કારણે મનની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે.

  આ પણ વાંચો: વસંત પંચમીએ થાય છે સરસ્વતી પૂજા, જાણો તારીખ, મુહૂર્ત, મંત્ર તેમજ મહત્વ

  આ કારણે મન વિચલિત અને ચંચળ બને છે અને વ્રતના નિયમોનું પાલન કરવું મુશ્કેલ બને છે. કહેવાય છે કે એકાદશીના વ્રતમાં મનમાં પવિત્ર અને સાત્વિક ભાવનાનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. તેથી એકાદશી પર ચોખા અને ચોખાથી બનેલી વસ્તુઓ ખાવી વર્જિત માનવામાં આવે છે.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  Tags: Dharma bhakti, Ekadashi, Religion, ધર્મભક્તિ

  આગામી સમાચાર