Eid 2022: રમઝાનના પાક મહિના બાદ મનાવવામાં આવે છે ઈદ, જાણો ઇતિહાસ અને મહત્વ
Eid 2022: રમઝાનના પાક મહિના બાદ મનાવવામાં આવે છે ઈદ, જાણો ઇતિહાસ અને મહત્વ
રમઝાનનો પવિત્ર માસ (Holy Month of Ramadan) પૂરો થયા પછી સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે.
Eid ul Fitr 2022: ઈદના દિવસે બધી ફરિયાદો ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી આપવામાં આવે છે. આ વખતે ઈદ 3 મે 2022ના રોજ મનાવવામાં આવે તેવી શક્યતા છે.
Eid ul Fitr 2022: ઈદ-ઉલ-ફિત્ર મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. રમઝાનનો પવિત્ર માસ (Holy Month of Ramadan) પૂરો થયા પછી સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. લગભગ એક મહિના સુધી ચાલેલા રોજા બાદ ચાંદનો દીદાર કરવામાં આવે છે અને તે પછી ઈદની તારીખની જાણકારી મળે છે. આ વખતે ઈદ 3 મે 2022ના રોજ મનાવવામાં આવે તેવી શક્યતા છે. મુસ્લિમ સમુદાયમાં ઈદના સમયે ઘણી રોનક જોવા મળે છે. આ દરમિયાન મસ્જિદોને શણગારવામાં આવે છે, દરેક વ્યક્તિ આ દિવસે નવા કપડાં પહેરે છે અને સાથે જ ઘરમાં જુદા-જુદા પકવાન પણ બનાવે છે.
ઈદ નિમિત્તે પોતાનાથી નાનાને ઈદીના રૂપમાં ભેટ-સોગાદો ઉપરાંત પૈસા પણ આપવામાં આવે છે અને તમામ મનદુઃખ ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ આપવામાં આવે છે.
મુસ્લિમ સમુદાયના સૌથી મોટા તહેવાર ઈદ પર મીઠાં પકવાન, ખાસ કરીને ઘરોમાં સેવૈયા બનાવવામાં આવે છે. આ વાનગીનું નામ છે શીર-કોરમા. ઈસ્લામ ધર્મનો આ તહેવાર તમામ ફરિયાદોને ભૂલીને ભાઈચારાનો સંદેશ આપે છે.
ઈદના દિવસે દરેક વ્યક્તિ વહેલી ઉઠીને સ્નાન કરીને નવા કપડાં પહેરે છે અને ઈદની પ્રથમ નમાજ સલાત અલ ફજ્ર પઢવામાં આવે છે. મુસ્લિમ સમુદાયના દરેક વ્યક્તિને રમઝાન માસમાં એટલે કે ઈદ પહેલા ફિતરા આપવાનું હોય છે. જેમાં દરેક વ્યક્તિ ગરીબોને પોણા બે કિલો અનાજ અથવા એટલી કિંમત આપે છે.
ઈસ્લામિક કેલેન્ડર મુજબ, ઈદ-ઉલ-ફિત્રની શરૂઆત જંગ-એ-બદ્ર પછી થઈ હતી. એવું કહેવાય છે કે આ યુદ્ધનું નેતૃત્વ ખુદ પયગંબર મોહમ્મદે કર્યું હતું અને આ યુદ્ધમાં મુસ્લિમ સમુદાયનો વિજય થયો હતો.
શું છે ઈદના ચાંદનું મહત્વ
મુસ્લિમ ધર્મના અનુયાયીઓ વિશેષ કેલેન્ડરનું પાલન કરે છે. જે ચાંદની હાજરી અને અવલોકન દ્વારા નક્કી થાય છે. આ મુજબ રમઝાન મહિના બાદ ઈદનો ચાંદ જોવા મળે છે. રમઝાનનો પવિત્ર મહિનો ચાંદના દીદાર સાથે શરૂ થાય છે અને તેનો અંત પણ ચાંદના દીદાર સાથે થાય છે.
અલ્લાહનો આભાર માનવામાં આવે છે
મુસ્લિમ સમુદાયના લોકો ઈદના દિવસે અલ્લાહને શુક્રિયા અદા કરે છે કારણ કે અલ્લાહે તેમને 30 દિવસ સુધી ઉપવાસ કરવાની શક્તિ આપી છે. રમઝાન મહિનામાં દાન પણ કરવામાં આવે છે. તેની પાછળ એવી માન્યતા છે કે આ પવિત્ર મહિનામાં દાન કરવાથી બમણું ફળ મળે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર