Home /News /dharm-bhakti /આવી રહેલ ડિજિટલ રૂપિયો તમારી રાશિને કેટલો લાભ કરશે? જ્યોતિષાચાર્યે કરી મહત્વની વાત
આવી રહેલ ડિજિટલ રૂપિયો તમારી રાશિને કેટલો લાભ કરશે? જ્યોતિષાચાર્યે કરી મહત્વની વાત
Digital Rupee astrology Rashifal
Digital Rupee Astrology: હાલમાં સરકાર ઈ-રૂપિયો (e rupee) લાવવાના પાઇલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને બહુ જલ્દી આ ડિજિટલ કરન્સી (Digital Rupee RBI) આપણી સામે હશે!! પરંતુ તેને સ્પર્શ નહિ કરી શકાય અને માટે જ આપણે ડિજિટલ કરન્સીને આભાસી મુદ્રા કહીએ છીએ જે વસ્તુને સ્પર્શ નથી કરી શકાતો તે રાહુના અધિપત્યમાં આવે છે જેમ કે આપણે વાઇ ફાઈ વાપરીએ છે અને ડેટા પ્રાપ્ત થાય છે પણ તેને સ્પર્શ નથી કરી શકાતો એ રીતે આ બધી બાબતો રાહુની અસરમાં આવે છે અને અમે રાહુએ મુદ્રા માં રહેવાનું વચન પરમાત્મા પાસે થી લીધું હતું
Digital Currency Rashifal: જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી દ્વારા, જેમ જેમ કળિયુગ પર રાહુનો પ્રભાવ વધતો જાય છે તેમ તેમ આભાસી દુનિયા, આભાસી વસ્તુઓ, આભાસી સબંધ અને આભાસી મુદ્રા એટલે કે ચલણનો (Digital Currency) પ્રભાવ વધતો જાય છે. આપણે રોજબરોજ ની જિંદગીમાં ડિજિટલ લવ થી લઈને ડિજિટલ થીંકીંગ અને આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ વિષે સાંભળીએ છીએ ત્યારે સૌથી મોટો બદલાવ વ્યવહાર માં આવ્યો છે અને કોમર્સ હવે ઈ કોમર્સ બનતું જાય છે તો નાણાકીય વ્યવહારો ડિજિટલ બનતા જાય છે જે રાહુની અસરને લીધે બને છે અને તેથી જ ક્રિપ્ટો કરન્સીથી લઈને ડિજિટલ ટ્રાન્સેક્સન એ બુધ સાથે રાહુના પ્રભાવમાં આવે છે.
હાલમાં સરકાર ઈ-રૂપિયો (e rupee) લાવવાના પાઇલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને બહુ જલ્દી આ ડિજિટલ કરન્સી (Digital Rupee RBI) આપણી સામે હશે!! પરંતુ તેને સ્પર્શ નહિ કરી શકાય અને માટે જ આપણે ડિજિટલ કરન્સીને આભાસી મુદ્રા કહીએ છીએ જે વસ્તુને સ્પર્શ નથી કરી શકાતો તે રાહુના અધિપત્યમાં આવે છે જેમ કે આપણે વાઇ ફાઈ વાપરીએ છે અને ડેટા પ્રાપ્ત થાય છે પણ તેને સ્પર્શ નથી કરી શકાતો એ રીતે આ બધી બાબતો રાહુની અસરમાં આવે છે અને અમે રાહુએ મુદ્રા માં રહેવાનું વચન પરમાત્મા પાસે થી લીધું હતું અને તેથી જ આપણે હંમેશા કહીએ છીએ કે લક્ષ્મીજી હમેશા તેના સારા નરસા પેકેજ સાથે જ આવે છે!!!
અત્રે એક વાત નોંધવી રહી કે ડિજિટલ વ્યવહાર પહેલા જયારે ચલણી નોટો સર્વેસર્વા હતી ત્યારે જે લોકો કરોડપતિ હતા એમાં ના ઘણા ડિજિટલ વ્યવહાર પછી પાછા પડ્યા ના દાખલ છે તો કેટલાક ને ડિજિટલ વ્યવહાર ફળ્યા છે અને હવે આવનારા દિવસોમાં જયારે સમગ્ર વિશ્વમાં ડિજિટલ કરન્સીનો ડંકો વાગશે ત્યારે તમારો રાહુ કેટલો બળવાન કે નબળો છે તેના આધારે તમારો લાભ જોઈ શકાશે. આપણે ત્યાં બહુ જલ્દી ઈ-રૂપિયો આવી રહ્યો છે ત્યારે જન્મ ના રાહુ અને તમારી રાશિ પર થી તેની સાથેની લેણદેણ નક્કી કરી શકાય તો આવો જોઈએ કઈ રાશિને ડિજિટલ કરન્સી કેવી રહેશે.
મેષ (અ,લ,ઈ) : મંગળના ઘરની મેષ રાશિ વ્યવહારમાં ઉતાળવી છે માટે ડિજિટલ કરન્સી સાથે તેમણે ધીરજથી કામ લેવું પડશે નહિ તો ડિજિટલ કરન્સી તમારા માટે મધ્યમ રહેશે.
વૃષભ (બ,વ,ઉ) : શુક્રના ઘરની વૃષભ રાશિને રાહુ ફળદાયી રહે છે માટે ડિજિટલ કરન્સી ફાયદારૂપ બને.
મિથુન (ક,છ,ઘ) : મિથુનના સ્વામી બુધ રાહુના મિત્ર હોય અને બુધ મુદ્રા પર આધિપત્ય ધરાવતા હોય એકંદરે ડિજિટલ કરન્સીથી લાભ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): શરૂઆતમાં ડિજિટલ કરન્સી આવ્યા બાદ તમને ખર્ચમાં વૃદ્ધિ જોવા મળશે.
લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર