Home /News /dharm-bhakti /Dwarkadhish Temple: દ્વારકાધીશના થશે આજે લગ્ન, જાણો દર્શન કરવાનો બદલાયેલો સમય

Dwarkadhish Temple: દ્વારકાધીશના થશે આજે લગ્ન, જાણો દર્શન કરવાનો બદલાયેલો સમય

દ્વારકાધીશના દર્શનનો સમય

Dwarkadhish Mandir Darshan Timing: 4 નવેમ્બરે મંગળા, શ્રૃંગાર, ગ્વાલ અને રાજભોગના દર્શન સવારે 4:30 થી સાંજના 5 વાગ્યા સુધી. તે પછી 5 નવેમ્બરે સવારે અન્ય કોઈ ઝાંખી નહીં હોય. જાણો બદલાયેલા દર્શનના સમય...

    પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના ઠાકુર દ્વારકાધીશ મંદિરના વિધિ અને મીડિયા પ્રભારી રાકેશ તિવારી એડવોકેટે એક ન્યુઝ એજન્સી હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે દેવઉઠી એકાદશીના દિવસથી દ્વારકાધીશના દર્શનનો સાંજનો સમય બદલવામાં આવ્યો છે.

    4 નવેમ્બરે મંગળા, શ્રૃંગાર, ગ્વાલ અને રાજભોગના દર્શન પહેલાની જેમ. સાંજે 7:30 કલાકે ઉત્થાપનના દર્શન. રાત્રે 8:15 કલાકે મંડપના દર્શન અને રાત્રે 10 કલાકે જાગરણની ઝાંખી યોજાશે. તુલસી-શાલિગ્રામના લગ્ન 11:45 કલાકે થશે. 5મી નવેમ્બરે મંગળા, શ્રૃંગાર, ગ્વાલ અને રાજભોગના દર્શન સવારે 4:30 થી સાંજના 5 વાગ્યા સુધી રહેશે. તે પછી 5 નવેમ્બરે સવારે અન્ય કોઈ ઝાંખી નહીં હોય.

    આ પણ વાંચો: Tulsi Vivah 2022: તુલસી વિવાહ પર કરેલો આ ઉપાય બનાવશે લખપતિ, છોડને લીલોછમ રાખવા માટે કરો આ કામ



    5 નવેમ્બરે ઉત્થાપન દર્શન બપોરે 3:30 થી 3:50 દરમિયાન થશે. ત્યાર બાદ ભોગ દર્શન 4:20 થી 4:40 સુધી, સંધ્યા આરતી 4:55 થી 5:10 સુધી અને શયન દર્શન સાંજે 6 થી 7 વાગ્યા સુધી થશે. આ બદલાયેલા સમય પ્રમાણે ભગવાન અડધો કલાક વહેલા 7 વાગે શયનમાં જશે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Dwarkadhish mandir

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन