મણિનગર કુમકુમ મંદિર ખાતે દશેરાની ભવ્ય ઉજવણી કરાઈ

News18 Gujarati
Updated: October 9, 2019, 4:57 PM IST
મણિનગર   કુમકુમ મંદિર ખાતે દશેરાની ભવ્ય ઉજવણી કરાઈ
કુમકુમ સ્વામિનારાયણ મંદિર - મણિનગર

સમાજ અને રાષ્ટ્રને અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જવાનો ભગીરથ સંકલ્પ આપણે આજના દિવસે કરવો જાઈએ. તો જ આપણે ખરા અર્થમાં દશેરા ઉજવી કહેવાશે.

  • Share this:
મંગળવારે તા. ૮ ઓકટોમ્બરને રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ભગવાનનને તલવાર, બંદૂક, ઢાલ આદિ શસ્ત્રો ધરાવામાં આવ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું છે કે, રાવણનાં દશ મસ્તક છેદી રામે દશેરાના દિવસે વિજય પ્રાપ્ત કર્યો તેથી દશેરા ઉજવાય છે.

દશેરાના દિવસે વર્ષોથી ઠેર - ઠેર રાવણનું દહન કરવામાં આવે છે. આપણે રાવણદહન જાઈને ખુશ થઈએ છીએ પણ તે રાવણ આપણામાં તો થોડા કે વધુ અંશે વસી રહયો નથી ને તેની તપાસ કરવાની જરૂર છે. હિંસા, વ્યભિચાર, ચોરી, કોઈનું અણહકકનું પડાવી લેવાની બદદાનત, આદિ દૂષિતભાવો જા પેદા થતા હોય તો તેનો મતલબ એ થયો કે, તે માણસમાં ઉંડે - ઉંડે રાવણ જીવી રહયો છે.

માટે અનીતિ, અત્યાચાર, કટુનીતિ, બળાત્કાર જેવો દોષોને - અવગુણોને હટાવીને નીતિ, નિયમ, વ્રત, સદાચાર, સદ્‌ભાવના અને પ્રેમના બીજનું વાવેતર કરીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જવાનો ભગીરથ સંકલ્પ આપણે આજના દિવસે કરવો જાઈએ. તો જ આપણે ખરા અર્થમાં દશેરા ઉજવી કહેવાશે.

ઉલ્લેખનીય છે કે, આખા વર્ષમાં સાડા ત્રણ મુહૂર્તો એવા છે જેમાં કોઈ પણ શુભ કાર્ય અવશ્ય કરી શકાય. એ શુભ મુહૂર્તમાં દશેરાનું મુખ્ય સ્થાન છે. આ એવો મંગળ દિવસ છે જેમાં લેખન, પઠન, પ્રવચન, કીર્તન વગેરેનો શુભારંભ સફળતાને વરે છે. આસુરી શક્તિ પર વિજય મેળવવાનું પર્વ એટલે દશેરા. અજ્ઞાન પર જ્ઞાનનો, અસત્ય પર સત્યનો, પાપ પર પુણ્યનો અને દુરાચાર પર સદાચારના વિજયનું પ્રતીક કે દશેરા. દશેરા એ માનવમાત્રએ દુર્વૃત્તિઓ ત્યાગી સદ્વૃત્તિઓનું આચરણ કરવાની પ્રેરણા આપે છે.આસુરી શક્તિ પર વિજયનું પર્વ એટલે કે દશહરા - દશેરા. વિજયાદશમીને દશેરાનો દિવસ પણ ગણ્યો છે. સામાન્ય લોકોને માટે પણ વિજયાદશમીનો દિવસ પ્રિય દિવસ રહ્યો છે.

રત્ના કોશમાં ઉલ્લેખ છે કે, દશેરાના દિવસે સૂર્યાસ્ત પછી આકાશે નક્ષત્રો દેખાઈ ત્યારે વિજય કાળ શરૂ થાય છે. આ કાળમાં બધું શુભ હોય છે. આજે પણ ઉદ્ઘાટન કે નવી શરૂઆત દશેરાએ લોકો કરે છે. આવા શુભ દિવસે રાજાઓ વિજય પ્રસ્થાન કરતા અને પોતાના રાજ્યની સીમાઓ ઓળંગી રાજ્યની સેવાઓનો વિસ્તાર કરતા. પૂર્વે શ્રીરામચન્દ્રજી રાવણનો હરાવવા આ જ દિવસ નક્કી કર્યો હતો. શિવાજીએ પણ ઔરંગઝેબ પર યુદ્ધ માટે આ દિવસ પસંદ કરેલો. વિજય સ્થાન માટે દશેરા જ કેમ એવો પ્રશ્ન જરૂર થાય. તો આ સમયે વર્ષાઋતુ પૂરી થઈ હોય તેથી સર્વત્ર પ્રસન્નતા વ્યાપી હોય તથા વિજય આપે તેવું મુહૂર્ત જો સામે આવી ઊભું હોય તો પછી વિજય પ્રસ્થાન આજ દિવસે થાય ને ?
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर