Home /News /dharm-bhakti /આજે રાવણ દહનની સાથે આ કામ પણ અચૂક કરજો, મળશે મોટું પુણ્ય, જાણો તમામ અગત્યની માહિતી

આજે રાવણ દહનની સાથે આ કામ પણ અચૂક કરજો, મળશે મોટું પુણ્ય, જાણો તમામ અગત્યની માહિતી

આ દિવસે કરવામાં આવશે રાવણ દહન, જાણો પૂજા વિધિ અને શુભ મૂહુર્ત

Dassehra 2022; આજે દ્શેરાનાં દિવસે ભગવાન રામે અહંકારી રાવણનો વધ કરી માતા સીતાને મુક્ત કરાવ્યા હતા. તેના કારણે દશેરાના દિવસે રાવણનું દહન (Ravan Dahan) કરવામાં આવે છે. તેમજ દશેરાનો તહેવાર શસ્ત્રો અને વાહનોની પૂજા કરવાનો પણ દિવસ છે.

    અમદાવાદ: આજે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ દર વર્ષની જેમ દશેરાની ઉજવણી (Dassehra 2022) કરવામાં આવશે. આ વર્ષે દશેરા 5 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. જોકે, દશમી તિથિ 4 ઓક્ટોબરની બપોરથી શરૂ થશે. પરંતુ ઉદયતી તિથિ અનુસાર દશેરા 5 ઓક્ટોબર, 2022 બુધવારના રોજ જ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન રામે (Lord Ram) અહંકારી રાવણ (Ravan)નો વધ કરી માતા સીતાને મુક્ત કરાવ્યા હતા. તેના કારણે દશેરાના દિવસે રાવણનું દહન (Ravan Dahan) કરવામાં આવે છે. તેમજ દશેરાનો તહેવાર પણ શસ્ત્રો અને વાહનોની પૂજા કરવાનો દિવસ છે.

    ક્યારથી શરૂ થશે દશેરાની તિથિ?

    આ વર્ષે અશ્વિન મહિનાની શુક્લ પક્ષની દશમી તિથિ 4 ઓક્ટોબર, મંગળવારે બપોરે 2:20 વાગ્યાથી શરૂ થશે અને 5 ઓક્ટોબર બુધવારે બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. ઉદયતિથિના જણાવ્યા અનુસાર, 5 ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ સમય દરમિયાન 4 ઓક્ટોબરે રાત્રે 10:51 વાગ્યાથી 5 ઓક્ટોબરે રાત્રે 09:15 વાગ્યા સુધી શ્રાવણ નક્ષત્ર રહેશે, જે પૂજા માટે શુભ માનવામાં આવે છે.

    આ પણ વાંચો Vijayadashami 2022: વિજયાદશમી પર આ 5 ફૂડ્સ ખાવાથી મળે છે 'ગુડલક', તમે પણ ભુલ્યા વગર ખાઇ લો

    દશેરા પૂજા અને યોગનો શુભ સમય

    વિજય મુહૂર્ત - 5 ઓક્ટોબર, બુધવાર બપોરે 2:13 થી 2:54 સુધી

    અમૃત કાળ - 5 ઓક્ટોબર, બુધવાર સવારે 11:33 થી બપોરે 1:02 વાગ્યા સુધી

    દુર્મુહુર્ત - 5 ઓક્ટોબર, બુધવાર સવારે 11:51 થી 12:38 સુધી



    દશેરાની પૂજા વિધિ

    દશેરાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. પછી સ્વચ્છ કપડાં પહેરો. ઘઉં કે ચૂનાથી દશેરાની પ્રતિમા બનાવો. ત્યારબાદ ગાયના છાણથી નવ કુંડા બનાવી તેના પર જવ અને દહીં લગાવો. ત્યારબાદ ગાયના છાણમાંથી 2 વાટકી બનાવી તેમાંથી એકમાં સિક્કા નાંખો અને બીજામાં રોલી, ચોખા, ફળ, ફૂલ અને જવ નાખો. આ પછી, ગાયના છાણમાંથી બનેલી પ્રતિમા પર કેળા, મૂળા, ગુવારફલી, ગોળ અને ચોખા ચઢાવો. હવે ધૂપ દિપ કરો. આ વિધિ સંપન્ન કર્યા બાદ બ્રાહ્મણો અને ગરીબોને ભોજન આપો અને દાન કરો. ત્યારે બાદ રાત્રે રાવણ દહન કરો અને તમારા વડીલોના આશીર્વાદ લો.
    First published:

    Tags: Dharma, Dussehra, Dussehra 2022, Gujarati news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन