Home /News /dharm-bhakti /Dussehra 2022 Daan: દશેરાએ કરો 3 વસ્તુઓનું ગુપ્ત દાન, મા લક્ષ્મી પ્રસન્ન થઇ આપશે અપાર ધન અને વૈભવ

Dussehra 2022 Daan: દશેરાએ કરો 3 વસ્તુઓનું ગુપ્ત દાન, મા લક્ષ્મી પ્રસન્ન થઇ આપશે અપાર ધન અને વૈભવ

દશેરાએ કરો આ ત્રણ ગુપ્ત દાન

Dussehra 2022 Date: દશેરા 5 ઓક્ટોબર, બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસ ખુબ જ મહત્વનો છે. આ દિવસે કરવામાં આવેલાં કેટલાંક ખાસ વસ્તુઓનું દાન કરવામાં આવે તો મા લક્ષ્મીની અપાર કૃપા મળે છે.

    Dasera Daan Nu Mahatva: હિન્દૂ ધર્મમાં દશેરાનો મોટો તહેવાર મનાવવામાં આવ્યો છે. શારદીય નવરાત્રી બાદ દશમી તિથિએ દશેરો ઉજવવામાં આવે છે. વિજયા દશમી તરીકે ઉજવવામાં આવતા આ તહેવારે મા દુર્ગાએ મહિષાસુરનું વધ કર્યુ હતું. અને ભગવાન શ્રીરામે આ દિવસે અહંકારી રાવણનું વધ કર્યું હતું. તેથી તે દિવસને અધર્મ પર ધર્મની જીતનાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દશેરાનાં દિવસે કરવામાં આવેલો આ ટોટકો, ઉપાય, દાન અને પૂજા તેજીથી અસર દેખાડશે. આજે આપણે દશેરાનાં દિવસે 3 વસ્તુઓનાં દાનનું વિશેષ મહત્વ જણાવીયે છીએ. જેનાં ગુપ્ત દાનથી મા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.

    દશેરા પર કરો આ વસ્તુઓનું દાન

    દશેરાનાં દિવસે સુખ-સમૃદ્ધિ આપનારા આ પર્વએ એવું કામ કરવું જોઇએ જેનાંથી મા લક્ષ્મી પ્રસન્ન થતી હોય છે. દશેરાનાં દિવસે ત્રણ વસ્તુઓનું ગુપ્ત દાન કરવાથી મા લક્ષ્મી જલ્દી જ પ્રસન્ન થાય છે. દશેરાનાં દિવસે કોઇપણ મંદિરમાં નવાં ઝાડુંનું દાન કરો. આ દરમિયાન મા લક્ષ્મીથી સુખ- સમૃદ્ધિ આપવાની પ્રાર્થના કરો. આ ઉપરાંત દશેરાનાં દિવસે રાવણ દહન બાદ, અન્ન, જળ અને કપડાંનું દાન કરો. એવું કરવાંથી મા લક્ષ્મી મહેરબાન રહે છે. અને ક્યારેય રૂપિયા-પૈસાની કમી નથી હોતી. આ દિવસે પક્ષીઓને ચણ નાંખો. અને માછલીને લોટ. એમ કરવાંથી ઘરમાં અનપૂર્ણાનો વાસ રહે છે.



    દશેરાનાં દિવસે કરો આ શુભ કામ-

    આ ઉપરાંત દશેરા અંગે એક એવી માન્યતા પણ છે કે, આ દિવસે સોનું, ચાંદી, ગાડી જેવી કિંમતી વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. તેની ખરીદી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આ ઉપરાંત દશેરાનાં દિવસે નીલકંઠ પક્ષીનાં દર્શન કરવા અને પાન ખાવું પણ શુભ માનવામાં આવે છે. (Disclaimer: અહીં આપવાંમાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. News18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Navratri 2022, Navratri Culture

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन