Home /News /dharm-bhakti /Navratri 2022: દરેક સમસ્યામાંથી તમને મળશે મુક્તિ, દશેરા પર કરો આ પાંચ ઉપાય

Navratri 2022: દરેક સમસ્યામાંથી તમને મળશે મુક્તિ, દશેરા પર કરો આ પાંચ ઉપાય

દશેરા 2022

Dussehra 2022: દશેરાના દિવસે સાંજે દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે મંદિરમાં સાવરણીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે.

    શારદીય નવરાત્રિ (Shardiya Navaratri)ના નવ દિવસ માં દુર્ગા (Goddess Durga)ના નવ અલગ-અલગ રૂપોની પૂજા કર્યા બાદ અને તેમના દિવ્ય આશીર્વાદ મેળવ્યા બાદ રાવણ દહનનો દિવસ આવે છે, જેને આપણે બધા દશેરા (Dashera Festival) તરીકે ઓળખીએ છીએ. દશેરામાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. તેનો હેતુ ખરાબ પર સારાનો, અસત્ય ઉપર સત્યનો વિજય માનવામાં આવે છે. દશેરાના દિવસે એવા ઘણા ઉપાય હોય છે જેનાથી તમે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવી શકો છો. જ્યોતિષ અને ભોપાલમાં રહેતા પંડિત હિતેન્દ્રકુમાર શર્મા આવા જ પાંચ ઉપાયો જણાવી રહ્યા છે. તો ચાલો જાણીએ આ પાંચ ઉપાય (five easy measures to get rid from all problems) વિશે.

    ધન અને સમૃદ્ધિના ઉપાયો

    જ્યોતિષ મુજબ દશેરાના દિવસે સાંજે દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે મંદિરમાં સાવરણીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે.

    નોકરી અને વ્યવસાય માટે કરો આ ઉપાય

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિને નોકરી અને ધંધામાં મુશ્કેલી આવી રહી છે. તેઓએ દશેરાના દિવસે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ અને તેમને 10 ફળ ચઢાવવા જોઈએ અને તેને ગરીબોમાં વહેંચવા જોઈએ. ફળ ચઢાવતી વખતે ઓમ વિજયાયાય નમ: મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવા માટેનો શ્રેષ્ઠ સમય મધ્યાહ્ન માનવામાં આવે છે. આ ઉપાયથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે રાવણને પરાજિત કર્યા પછી ભગવાન રામે પણ મધ્યયુગીન સમયમાં દુર્ગા માતાની પૂજા કરી હતી.

    કોર્ટ-કચેરીથી છૂટકારો મેળવવા

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દશેરાના દિવસે શમીના ઝાડ નીચે જો કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે છે તો તેને દરેક પ્રકારના કાયદાકિય મામલાઓથી છુટકારો મળે છે સાથે જ તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.



    આરોગ્ય માટેના ઉપાયો

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે લાંબા સમયથી બીમાર છો અથવા કોઈ પણ પ્રકારના સંકટ સામે ઝઝૂમી રહ્યા છો તો તમારા પરથી પાણીવાળું આખું નારિયેળ 21 વાર ઉતારીને રાવણ દહનના અગ્નિમાં નાખી દો. આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે જે બીમાર છે અથવા કોઇ સંકટ માંથી પસાર થઈ રહ્યો છે.

    આર્થિક પ્રગતિ માટે ઉપાય

    જો તમને લાંબા સમયથી આર્થિક સમસ્યાઓએ ઘેરી લીધા છે તો તો દશેરાના દિવસથી સતત 43 દિવસ સુધી કૂતરાને રોજ ચણાના લોટના લાડુ ખવડાવો. તેનાથી તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन