આ 4 રાશિના લોકો માટે દશેરાનો દિવસ ખૂબ જ ખાસ, તમામ ક્ષેત્રે મળી શકે છે સફળતા

આ 4 રાશિના લોકો માટે દશેરાનો દિવસ ખૂબ જ ખાસ

15 ઓક્ટોબર એટલે કે, દશેરાનો દિવસ કઈ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ છે, તે અહીંયા જણાવવામાં આવ્યું છે.

 • Share this:
  અસત્ય પર સત્યની જીતનો પર્વ ‘દશેરા’ 15 ઓક્ટોબરના રોજ ઊજવવામાં આવશે. દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મના લોકો માટે આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. જેના પરિણમે દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા નિભાવવામાં આવે છે. 15 ઓક્ટોબર એટલે કે, દશેરાનો દિવસ કઈ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ છે, તે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  વૃષભ: આ રાશિના લોકો માટે દશેરા ખૂબ જ શુભ સાબિત થશે. તમે આર્થિક રીતે મજબૂત થઈ શકો છો. તમારા અટવાયેલા પૈસા પાછા આવી શકે છે. કોઈ પણ નવા કામની શરૂઆત કરી શકો છો. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકો છો. તમને અચાનકથી ધનનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. માતા પિતાનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલ સમસ્યા દૂર થઈ શકે છે.

  સિંહ: તમારો આત્મવિશ્વાસમાં વધારો થશે. આખા દિવસમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જમીનથી નફો મળવાની પ્રબળ સંભાવના છે. સારી નોકરી માટે ઓફર મળી શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. શરીર ઊર્જાથી ભરપૂર રહેશે અને તમામ કાર્યો સારી રીતે પૂર્ણ કરી શકશો.

  વૃશ્વિક: આ રાશિવાળા લોકો માટે દશેરાનો દિવસ સારો રહી શકે છે. ધન આવી શકે છે અને તમે બચત પણ કરી શકશો. કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થઈ શકે છે. તમામ કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. બિઝનેસ કરતા લોકો માટે પણ આ સમય સારો રહેશે.

  મકર: આ રાશિવાળા લોકો માટે દશેરાનો દિવસ શુભ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પ્રેમ જીવન સારું રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે. તમને સારા સમાચાર મળી શકે છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.
  First published: