Home /News /dharm-bhakti /

Dussehra 2021: અમદાવાદમાં ભાડજ હરે કૃષ્ણ મંદિરમાં રાવણ દહન, જુઓ live video

Dussehra 2021: અમદાવાદમાં ભાડજ હરે કૃષ્ણ મંદિરમાં રાવણ દહન, જુઓ live video

રાવણ દહનના વીડિયો પરથી તસવીર

ravana dahan in Ahmedabad: હરેકૃષ્ણ મંદિર ભાડજ (Hare Krishna Temple Bhadaj) દ્રારા આયોજીત રાવણ દહનના (Ravana Dahan) કાર્યક્રમ માં ભાવિકભક્તોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો

અમદાવાદઃ વિજયાદશ્મી મહોત્સવ ઉજવણીના (Vijayadashami Mahotsav celebration) ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર ભાડજ (Hare Krishna Temple Bhadaj) દ્રારા આયોજીત રાવણ દહનના (Ravana Dahan) કાર્યક્રમ માં ભાવિકભક્તોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. ભગવાન શ્રી રામ દ્રારા રાક્ષશી રાવણ પર મેળવેલ વિજયની યાદગીરીરૂપે વિજયાદશ્મી મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ભાડજ ના હરેકૃષ્ણ મંદિરમાં આગ્રાના 10 કારીગરો દ્વારા 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી હતી.

આ અંગે હરેક્રિષ્ણ મંદિર, ભાડજ ના પ્રેસિડન્ટ સ્વામી શ્રી જગનમોહન ક્રિષ્ના દાસે “દશેરા મહાઉત્સવ- સંસ્કૃતિ થકી આધ્યાત્મિકતા તરફ ફરીથી પ્રયાણ” વિશે સમજાવતા જણાવ્યું હતું કે દશેરા ઉત્સવ લોકોને ધાર્મિક અને સંસ્કૃતિનું ઉંડી ઝાંખી કરાવે છે.

અનન્ય સંસ્કૃતિ અને ચૈતન્યરૂપી ભગવાનની આધ્યાત્મિકતાને ભેળવીને એકરૂપ કરવાના અવસરનો લાભ લઈને હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા દશેરા મહાઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું.. સર્વ શક્તિમાન શ્રી શ્રી રાધામાધવને ભવ્ય સ્વર્ણ રથમાં મંદિરની પરિસરમાં જાજરમાન સવારીમાં વિહાર કરાવવામાં આવ્યું તથા ભકતો ભગવાન શ્રી રામના ગુણોનું રટણ કરતા સંકિર્તન ગાઈ જોડાયા હતા.

ઉત્સવમાં વિશેષ આકર્ષણના ભાગરૂપે 30 ફુટ જેટલા ઉંચા બનાવેલ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યું જે સત્યની અસત્ય પરની વિજયના પ્રતિકનું નિર્દેશ કરે છે જે ઉપસ્થિત દર્શકો અને ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતુ.ભારે જનમેદની વચ્ચે રાવણના પૂતળાનું દહન થતા તેમજ ફટાકડાના શોર અને શાનદાર આતશબાજીથી ચોમેર ભારે હર્ષ અને ઉલ્લાસની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉત્સવના અંત ભાગમાં ખાસરીતે બનાવેલ રામદરબારમાં ભગવાન શ્રી શ્રી રામચંદ્રજીની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા, 'મલાઈ' ખાવાની લાલચ ભારે પડી

હરેકૃષ્ણ મંદિરમાં ઉજવાઈ રહેલા દશેરા મહોત્સવ એ લોકો માટેઆવનાર સમય માટેએક નવો દ્રાર ખોલ્યો છે જે તેમને તહેવાર દરમ્યાન આકર્ષશે અને ભક્તિમય પ્રવાહનો પૂર્ણપણે આત્મીયતાનો અનભુવ કરાવશે. સરકાર દ્વારા જાહેર કોવિડ પ્રોટોકોલ મુજબ દર્શનાર્થીઓએ રાવણ દહન કાર્યક્રમ માં ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ-વલસાડઃ નદી વાટે દારૂ ઘૂસાડવા જતા હતા બૂટલેગરો, પોલીસ ત્રાટતા દારૂ છોડી નદીમાં કૂદી ફરાર, નવો આઇડિયા ફેઈલ

ઉલ્લેખનીય છે કે વિજયાદશમી નવરાત્રી અસત્ય ઉપર સત્યના વિજયના પ્રતિક સમાન ઉજવવામાં આવે છે. આજના દિવસે શસ્ત્રપૂજનનો આગવું મહત્વ હોય છે. અને આજના દિવસે રાવણના પુતળાનું દહન પણ કરવામાં આવે છે. જે અનિષ્ઠનું પ્રતિક માનવામાં આવે છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Dussehra 2021, Gujarati News News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन