Home /News /dharm-bhakti /Dussera 2022: રાવણ દહનની રાખ બનાવશે માલામાલ, બસ કરી લો ટોટકો

Dussera 2022: રાવણ દહનની રાખ બનાવશે માલામાલ, બસ કરી લો ટોટકો

દશેરા 2022

Ravan Dahan Rakh Remedies: દશેરો અધર્મ પર ધર્મનો વિજય તરીકે ઓળખાતો પર્વ છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનું વધ કર્યું હતું. ત્યારથી દશેરાનાં દિવસે રાવણનાં પુતળાનું દહન કરવામાં આવે છે. આ દિવસે રાવણનાં પુતળા દહનની રાખનો જો ઉપાય કરવામાં આવે તો આર્થિક તંગી દૂર કરી શકાય છે.

વધુ જુઓ ...
    Ravan Dahan Shubh Muhurat 2022: આસો મહિનાનાં શુક્લ પક્ષની દસમની તિથિનાં દિવસે દેશભરમાં દશેરાનો પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે દશેરો 5 ઓક્ટોબરનાં દિવસે ઉજવવામાં આવશે. આ દિવસ ભગવાન શ્રી રામે રાવણનું વધ કરી અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો હતો. ત્યારથી દેશભરમાં દશેરાનાં તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને તે વિજયાદશમી નામથી ઉજવવામાં આવે છે. દશેરાની રાતનાં શુભ મુહૂર્તમાં રાવણનું દહન કરવામાં આવે છે.

    જ્યોતિષ શાસ્ત્રમાં રાવણ દહન બાદ જે રાખ વધે છે, તેનાં ઉપાય અમે આપને જણાવીએ છીએ એ ટોટકા કરવાથી આપને શુભ ફળ હાંસેલ થશે. એટલું જ નહીં શત્રુઓનો નાશ કરવામાં પણ આ રાખનો ટોટકો ઉપયોગમાં લઇ શકાય છે પહેલાં ચાલો જાણી લઇએ રાવણ દહનનાં મુહૂર્ત વિશે અને તે બાદ જાણીએ રાખ સાથે જોડાયેલાં ટોટકા

    રાવણ દહનનું શુભ મુહૂર્ત 2022 (Ravan Dahan Shubh Muhurat 2022)



    હિન્દૂ ધર્મમાં કોઇપણ કાર્ય પહેલાં શુભ સમય જોવામાં આવે છે. આ વખતે રાવણ દહન સૂર્યાસ્ત બાદ રાત્રે 8.30 વાગ્યે થશે. કહેવાય છે કે રાવણ દહન હમેશાં પ્રદોષ કાળમાં શ્રવણ નક્ષત્રમાં કરવામાં આવે છે.

    શ્રવણ નક્ષત્રનો આરંભ- 4 ઓક્ટોબર 2022, રાત્રે 10.51થી લઇ 5 ઓક્ટોબર 2022, રાત્રનાં 9.15 મિનિટ સુધી છે. 5 ઓક્ટોબરનાં સૂર્યાસ્ત બાદ નક્ષત્ર પૂર્ણ થયા પહેલાં ગમે તે સમયે રાવણ દહન કરી શકાય છે.

    રાવણ દહનની રાખનાં ઉપાય

    -વિજયાદશમીનાં દિવસે રાવણનાં પુતળું બાળવામાં આવે છે. આ દિવસે રાવણની રાખને સરસિયાંનાં તેલમાં ભેળવીને તેને ઘરનાં ખુણે ખુણે છાંટી દો. એવું કરવાધી ઘરમાં હાજર નકારાત્મકતાનો નાશ થાય છે.



    -જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, તેનાંથી શત્રુઓને છુટાકરો મળે છે. અને પ્રગતિનાં રસ્તા ખુલે છે.

    -માન્યતા છે કે, આ દિવસે અષ્ટકમળ કે રંગોળી બનાવવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત હોય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા વાસ કરે છે અને અન્ન ધનની બરકત થાય છે.

    -રાવણ દહન બાદ તેની રાખને કોઇ કાગળમાં રાખી લો. અને તેને તિજોરીમાં રાખી લો. મા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે. અને તિજોરી ક્યારેય ખાલી નહીં રહે. આ ઉપાય કરતાં સમયે આ વાતનું ધ્યાન રાખો કે ઉપાય એકલાંમાં જ કરો. તેનાં પર કોઇની નજર ન પડવી જોઇએ. ત્યારે જ આ ઉપાય સફળ થશે.
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन