Home /News /dharm-bhakti /Navratri 2022: મહા અષ્ટમીનાં દિવસે મા ગૌરીને ચઢે છે નારિયળનો ભોગ, જાણો કેમ?

Navratri 2022: મહા અષ્ટમીનાં દિવસે મા ગૌરીને ચઢે છે નારિયળનો ભોગ, જાણો કેમ?

નવરાત્રી 2022

Navratri Festival: આઠમના દિવસે માતા ગૌરીને શ્રીફળનો ભોગ લગાવવું શુભ માનવામાં આવે છે. આ દિવસે શ્રીફળનું દાન કરવું પણ લાભદાયી રહે છે. એનાથી માતા દેવી ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. સૌભાગ્ય અને આરોગ્યનું વરદાન મળે છે. માતા ગૌરીની પૂજા દરમિયાન મહાગૌરીના આરાધના મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

વધુ જુઓ ...
    ધર્મભક્તિ ડેસ્ક: દેશભરમાં માતા દુર્ગાને સમર્પિત નવરાત્રીનો પર્વ ખુબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. નવરાત્રીમાં નવ દિવસ સુધી માતા દુર્ગાની વિશેષ ઉપાસના થાય છે. ભક્તો નવ દિવસ ઉપવાસ રાખી માતા દેવીની પૂજા અર્ચના કરે છે. નવરાત્રીમાં અષ્ઠમી તિથિનું ખુબ મહત્વ છે. આ દિવસે માતા દુર્ગાના આઠમા અવતાર મહાગૌરીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આમ તો નવરાત્રીમાં માતા દુર્ગાને નવ દિવસ સુધી વિવિધ પકવાનોનો ભોગ ચઢાવવામાં આવે છે પરંતુ આઠમના દિવસે મા મહાગૌરીને શ્રીફળનો ભોગ ચઢાવવાનું વિધાન છે. આઓ જાણીએ માતા ગૌરીને શ્રીફળ અથવા એનાથી બનેલી વસ્તુઓનો ભોગ શા માટે ચઢાવવામાં આવે છે.

    માતા ગૌરીને પ્રિય છે શ્રીફળનો ભોગ

    પંડિત ઇન્દ્રમણી ઘનસ્યાલ જણાવે છે કે મહા અષ્ઠમી તિથિએ માતા ગૌરીની વિશેષ ઉપાસનાનું વિધાન છે. માતા ગૌરીનો રંગ દૂધ સમાન શ્વેત અને અમોધ ફળદાઇની છે. ગૌરવર્ણના કારણે મા દેવી મહાગૌરી કહેવાય છે. માન્યતા છે કે માતા દેવીની પૂજાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે. આજ કારણ છે કે માતા ગૌરીને સફેદ વસ્તુનો ભોગ ચઢાવવામાં આવે છે.

    આઠમના દિવસે માતા ગૌરીને શ્રીફળનો ભોગ લગાવવું શુભ માનવામાં આવે છે. આ દિવસે શ્રીફળનું દાન કરવું પણ લાભદાયી રહે છે. એનાથી માતા દેવી ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. સૌભાગ્ય અને આરોગ્યનું વરદાન મળે છે. માતા ગૌરીની પૂજા દરમિયાન મહાગૌરીના આરાધના મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.



    મહાગૌરીનો આરાધના મંત્ર

    'શ્વેતે વૃષે સમરુંઢા શ્વેતામ્બરાધરા શુચિ:
    મહાગૌરી શુભં દઘ્વાન્મદેવપ્રમોદદા

    યા દેવી સર્વભૂતેષુ મા ગૌરી રૂપેણ સંસ્થિતા
    નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ

    ૐ દેવી મહાગૌર્ય નમઃ'

    મા મહાગૌરી મહાપુજા

    જ્યોતિષી અનુસાર, આઠમ પર ભગવાન ગણેશ અને માતા ગૌરીનું વિશેષ ધ્યાન કરો. માતા સમક્ષ દિપ પ્રગટાવો. પૂજામાં સિંદૂર, રોલી, કુમકુમ, લાલ ચુંદરિ, ફળ, ફૂલ, મીઠાઈ સામેલ કરો. માતા ગૌરીને સાત વખત સિંદૂર ચઢાવો. ત્યાર પછી ફળ, ફૂલ અને શ્રીફળથી બનેલી વસ્તુઓનો ભોગ ચઢાવો. સમૃદ્ધિ અને સૌભાગ્યની કામના કરો. મહાગૌરીની આરતી સાથે પૂજા સંપન્ન કરો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Navratri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन