Home /News /dharm-bhakti /Durga Puja : શું છે પુષ્પાંજલિ મંત્ર? મહા અષ્ઠમી પર આ મંત્રના જાપથી માતા દુર્ગા કરે છે કલ્યાણ

Durga Puja : શું છે પુષ્પાંજલિ મંત્ર? મહા અષ્ઠમી પર આ મંત્રના જાપથી માતા દુર્ગા કરે છે કલ્યાણ

મહા અષ્ઠમી પુષ્પાંજલિ મંત્ર

Durga Puja 2022: નવરાત્રીના દિવસોમાં દુર્ગા પૂજાના પંડાલમાં પૂજા સમયે પુષ્પાંજલિનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીના 8મા દિવસે એટલે અષ્ટમીના દિવસે ફૂલ ચઢાવવામાં આવે છે. આ પછી નિયમ પ્રમાણે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.

  ધર્મ ડેસ્ક: નવરાત્રીના દિવસોમાં દુર્ગા પૂજાના પંડાલમાં પૂજા સમયે પુષ્પાંજલિનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીના 8મા દિવસે એટલે અષ્ટમીના દિવસે ફૂલ ચઢાવવામાં આવે છે. આ પછી નિયમ પ્રમાણે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.

  આ વખતે 26 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રીનો પર્વ શરુ થઇ ગયો છે, જે 5 ઓક્ટોબર 2022 સુધી ચાલશે. શારદીય નવરાત્રીમાં નવ દિવસ માતા દુર્ગાના વિવિધ રૂપની પૂજા અર્ચના અને ઉપવાસ કરવામાં આવે છે, આમ તો માતા દુર્ગા ભક્તોની પોકાર માત્ર સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવા પર પણ સાંભળી લે છે, પરંતુ દુર્ગા પૂજાના આઠમા દિવસે માતાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પિત કરવાથી લાભ બે ઘણો થઇ જાય છે.

  પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ જણાવે છે કે નવરાત્રીમાં મહાષ્ટમી પર માતા દુર્ગાના 8માં અવતાર 'મહાગૌરી'ની વિશેષ પૂજા થાય છે. આ ખાસ દિવસે માતા દુર્ગા પૂજનમાં પુષ્પાંજલિ મંત્રનો જાપ કરી પુષ્પ અર્પિત કરવામાં આવે છે. આઓ જાણીએ છે પુષ્પાંજલિ મંત્રનું મહત્વ અને લાભ શું છે.

  અષ્ઠમી પુષ્પાંજલિનું મહત્વ


  નવરાત્રીમાં પુષ્પાંજલિનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીના આઠમા દિવસે અષ્ઠમીએ અર્પિત કરવામાં આવે છે. ત્યાર પછી મહાગૌરીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દર્મિયાન ભક્ત પુષ્પાંજલિ મંત્રના જાપ સાથે મા દુર્ગાને ફૂલ અર્પિત કરે છે. અષ્ઠમી પુષ્પાંજલિનું બંગાળમાં ખાસ મહત્વ છે. આ સાતમની રાત્રે અને આઠમની સવારે પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવે છે.

  પુષ્પાંજલિ મંત્રથી ભક્ત માતા દુર્ગા પાસે પોતાની ભૂલોની માફી માંગે છે. માન્યતા છે કે અષ્ઠમી પુષ્પાંજલિ મંત્રથી માતા દુર્ગા પ્રસન્ન થઇ ભક્તોને આશીર્વાદ આપે છે. માતા દુર્ગાની કૃપા પરિવાર પર બની રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

  આ પણ વાંચો: Durga Puja 2022: માતા દુર્ગાનાં હાથમાં કયા કયા છે શસ્ત્ર, જાણો કયા દેવતાએ કયા અસ્ત્રની આપી હતી ભેટ

  પ્રથમ પુષ્પાંજલિ મંત્ર


  ॐ જયંતિ, મંગળા, કાલી, ભદ્રકાલી, કપાલિની.
  દુર્ગા, શિવ, ક્ષમા, ધાત્રી, સ્વાહા, સ્વાધા, નમોસ્તુતે.
  એષ સચંદન ગંધ પુષ્પ બિલ્વ પત્રાંજલી ॐ હવીં દુર્ગાય નમઃ

  બીજો પુષ્પાંજલિ મંત્ર


  ॐ મહીષદ્યની મહામાયે ચામુંડે મુન્ડમાલીની
  આયુરારોગ્યવિજયં દેહી દેવી! નમોઃસ્તુતે.
  એષ સચંદન ગંધ પુષ્પ બિલ્વ પત્રાંજલી ॐ હવીં દુર્ગાય નમઃ

  ત્રીજો પુષ્પાંજલિ મંત્ર


  ॐ સર્વ મંગલા માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ।
  શારણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોઃસ્તુતે.

  સૃષ્ટિ સ્થિતિ વિનાશાના શક્તિભૂતે સનાતની
  ગુણાશ્રયે ગુણમયે નારાયણી! નમોઃસ્તુતે.

  શરણાગત દિનાર્ત પરીત્રાણ પારાયણે
  સર્વસ્યાર્તિહરે દેવી! નારાયણી નમોઃસ્તુતે.
  Published by:Damini Damini
  First published:

  Tags: Navratri 2022, Navratri Puja

  विज्ञापन
  विज्ञापन