Home /News /dharm-bhakti /

Dreams Meaning: શું તમને ભૂતપ્રેત અને આત્માઓના આવે છે સપના ? જાણો શું થાય છે તેનો અર્થ?

Dreams Meaning: શું તમને ભૂતપ્રેત અને આત્માઓના આવે છે સપના ? જાણો શું થાય છે તેનો અર્થ?

શું તમને ભૂતપ્રેત અને આત્માઓના આવે છે સપના ? જાણો શું થાય છે તેનો અર્થ?

સ્વપ્ન શાસ્ત્રની (dream interpretation) મુજબ સપના આપણને આવનાર ભવિષ્ય (future) વિશે કંઇકને કંઇક સંકેતો આપે છે. બસ તેનો અર્થ આપણે સમજવાની જરૂર રહે છે. અહીં અમે તમને ભૂતપ્રેત અને આત્માઓ સાથે જોડાયેલા સપનાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

    આપણને ઘણી વખત વાસ્તવિક જીવન (Real Life) સાથે કોઇ સંબંધ ન હોય એવા સપનાઓ (Dreams) આવે છે. સ્વપ્ન શાસ્ત્રની (dream interpretation) મુજબ સપના આપણને આવનાર ભવિષ્ય (future) વિશે કંઇકને કંઇક સંકેતો આપે છે. બસ તેનો અર્થ આપણે સમજવાની જરૂર રહે છે. અહીં અમે તમને ભૂતપ્રેત અને આત્માઓ સાથે જોડાયેલા સપનાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આવા સપના આપણામાંથી મોટાભાગના લોકોને આવે છે. કોઇને સપનામાં વાસ્તવિક દુનિયામાં ન હોય તેવું દેખાય છે. તો કોઇને વિચિત્ર આકૃતિઓ દેખાય છે. તો ચાલો જાણીએ આવા સપનાઓનો અર્થ શું (Meaning of Dreams) થાય છે.

    જો તમને સપનામાં કોઇ પૂર્વજ દેખાય તો તેનો અર્થ છે કે તમારી કોઇ અધૂરી ઇચ્છા પૂર્ણ થવાની છે. એટલે કે તે તમારા માટે એક શુભ સંકેત સાબિત થઇ શકે છે. જો સપનામાં તમે પૂર્વજોના હાથે ફળ ખાવ છો તો તેનો અર્થ છે તમારી ઉપર તેમનો આશીર્વાદ હંમેશા રહેશે.

    આ પણ વાંચો: Astro tips: મીન રાશિના જાતકોને કરવો પડે છે આ સમસ્યાઓનો સામનો, આ રીતે કરો તેનો ઉકેલ

    સપનામાં ખરાબ આત્મા દેખાવી ખૂબ અશુભ ગણાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આત્મા દેખાવાનો અર્થ ભવિષ્યમાં આવનાર કોઇ મુશ્કેલીનો પૂર્વ સંકેત છે. એટલું જ નહીં કોઇ જાણકાર, સંબંધી, મિત્ર વગેરેની આત્મા કે ભૂત દેખાવાથી યાત્રામાં કષ્ટના સંકેતો મળે છે.

    સપનામાં પોતાને આત્મા કે ભૂતો સાથે વાત કરતા જોવું પણ અશુભ છે. આવા સપના ધન સંબંધિત સમસ્યા પર પ્રકાશ પાડે છે. જોકે, તમે સપનામાં કોઇ મૃત કપલ કે એક સ્ત્રી કે એક પુરૂષની આત્મા જુઓ છો તો તે સપનું ધન પ્રાપ્તિનો સંકેત આપે છે.

    તેવી જ રીતે જો તમે સપનામાં કોઇ આત્માને તમારી પાસે ઊભેલી જુઓ છો તો તેનો મતલબ છે કે તમને કોઇ ખુશ ખબર મળશે. પરંતુ જો તમે સપનામાં કોઇ ભૂત કે આત્માને તમારી પાસેથી કંઇક માંગતા જુઓ તો તે તમારા માટે ખરાબ સંકેત છે. આવા સપનાનો મતલબ છે કે તમને નુકસાન થશે અથવા ખરાબ સમાચાર મળશે.

    જો તમે સપના પોતાને અથવા કોઇ બીજાને મરેલા જુઓ તો તે પણ શુભ સપનું છે. તેનો અર્થ છે કે તમારી ઉંમર લાંબી થશે. આ સાથે જ તમારા જીવનમાં કોઇ નવી વસ્તુની શરૂઆત થઇ શકે છે.

    સપનામાં પોતાને અથવા તો કોઇ અન્ય વ્યક્તિને આત્મહત્યા કરતા જોવું પણ અશુભ માનવામાં આવે છે. આ સપનું તમારા કોઇ કામમાં અડચણ ઊભી થવાનો સંકેત આપે છે. સપનામાં જો તમે ભૂતપ્રેત જોયું છે તો તે પણ અશુભ છે. તેનો અર્થ છે કે તમને ભવિષ્યમાં કોઇ નુકસાન થશે.

    આ પણ વાંચો: Astrology: 5 જૂનથી વક્રી શનિ મકર રાશિમાં કરશે ગોચર, ચમકાવી દેશે આ 3 રાશિના લોકોની કિસ્મત

    જો તમે સપનામાં કોઈનું કપાયેલું માથું જુઓ તો જીવનમાં મુશ્કેલીઓ વધે છે. જો તમે તમારા સપનામાં કોઈને કોઈની હત્યા કરતા જોશો તો તેનો અર્થ છે કે તમે છેતરાઈ શકો છો. બીજી બાજુ, જો તમે સ્વપ્નમાં કોઈ વ્યક્તિને સળગતા જોયા હોય, તો તે એક સારો સંકેત છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે તમને પૈસા મળી શકે છે. જો કોઈ દર્દીએ સપનામાં અર્થીને જોઇ હોય તો તેનો અર્થ એ છે કે તે જલ્દી સાજો થઇ જશે.
    First published:

    આગામી સમાચાર