Home /News /dharm-bhakti /સપના શાસ્ત્ર: સપનામાં દેખાય આ પાંચ વસ્તુ તો સમજી જાઓ મળવાનું છે ખુબ ધન

સપના શાસ્ત્ર: સપનામાં દેખાય આ પાંચ વસ્તુ તો સમજી જાઓ મળવાનું છે ખુબ ધન

સપનાનો અર્થ

Dream Shastra: સપના આપણા જીવનમાં આવનારી ઘણી ઘટનાઓ સૂચવે છે. આ સપના શુભ અને અશુભ બંને હોઈ શકે છે. ક્યારેક એવું બને છે કે સારા દેખાતા સપનાનો પણ ખરાબ અર્થ હોય છે. તો ચાલો જાણીએ આપણને સપનામાં જોવા મળતી આ પાંચ વસ્તુઓ કેવા પ્રકારના સંકેતો આપે છે.

વધુ જુઓ ...
સપના આપણા જીવનમાં બનનારી ઘટનાનો સંકેત આપે છે. આ સપના શુભ અને અશુભ બંને પ્રકાર હોય છે. જે અંગે વિસ્તૃતમાં સ્વપ્ન શાસ્ત્રમાં જાણવા મળ્યું છે. ઘણા સપના ખુબ ભયાનક અને ડરામણા હોય છે અને કેટલાક સપના સારા હોય છે. ઘણી વખત એવું પણ થાય છે કે સારા દેખાવા વાળા સપનાનો ખરાબ અર્થ નીકળે છે. હાલ આપણને ભોપાલના રહેવાસી જ્યોતિષ તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે કે સપનામાં દેખાવા વાળી આ પાંચ વસ્તુ જે ઘણા પ્રકારના સંકેત આપે છે.

જો તમે સપનામાં તમારી જાતને માટી ખોદતા જુઓ છો તો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તે ખૂબ જ શુભ સપનું માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે ટૂંક સમયમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. વેપાર કે નોકરીમાં પ્રગતિની તકો છે.

આ પણ વાંચો: Dreams Meaning: શું તમને ભૂતપ્રેત અને આત્માઓના આવે છે સપના ? જાણો શું થાય છે તેનો અર્થ?

જો તમારા સપનામાં તમે તમારી જાતને બોલ સાથે રમતા જોશો, તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સમસ્યાઓનો અંત આવવાનો છે અને તમને પૈસા મળવાના છે.

આ પણ વાંચો: Nonveg in Dreams: શું સપનામાં નોનવેજ દેખાય છે? નોકરી – ધંધા સાથે જોડાયેલા છે આ સંકેત

જો તમે તમારા સપનામાં ઢોલ વગાડતા જુઓ છો, તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં સારા સમાચાર આવવાના છે.



સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમને તમારા પોતાના હાથ ગંદા દેખાય છે તો આ સપનું તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ સપનાનો અર્થ છે કે તમે જે પણ કામ કરવા જઈ રહ્યા છો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે.
First published:

Tags: Dharm Bhakti, Dream astrology, Dream interpretation