Home /News /dharm-bhakti /Dream : આવા 5 સપના વિશે ભૂલથી પણ કોઇને ન જણાવતા, ખુદ તમારા પર જ પડશે ભારે

Dream : આવા 5 સપના વિશે ભૂલથી પણ કોઇને ન જણાવતા, ખુદ તમારા પર જ પડશે ભારે

સપના કંઈકને કંઇક સૂચવે છે

Dream Meaning : જો તમે બીજા વ્યક્તિ સાથે તમારા સપના શેર કરો છો, તો તમારે ક્યારેય પણ 5 પ્રકારના સપના વિશે કોઈને ન કહેવું જોઈએ.

    સપના ક્યારેક બહુ સારા હોય છે તો ક્યારેક બહુ ખરાબ. બંને કિસ્સાઓમાં, આપણે તેના વિશે કોઈને કોઇ વ્યક્તિ સાથે વાત કરીએ છીએ. પરંતુ એવા પાંચ સપના છે જે ક્યારેય કોઈની સાથે શેર ન કરવા જોઈએ. જો તમે સારા સપના જોયા હોય તો પણ તમારે તેને કહેવાનું હંમેશા ટાળવું જોઈએ. આવા સપના કહેવાથી તેની અસર ઓછી થાય છે.

    સ્વપ્નશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે સપના કંઈકને કંઇક સૂચવે છે. સપના દુ:ખ અને આફતના આવવા અને જવા બંનેને સૂચવે છે. બીજી તરફ, કેટલાક સપના સુખ અને સંપત્તિની પ્રાપ્તિ સૂચવે છે. તો ચાલો જાણીએ કે કયા પાંચ સપના ક્યારેય કોઈને ના કહેવા જોઈએ અને કયા સપના જણાવવાથી દુઃખ કે કષ્ટ ઓછા થાય છે.

    આ પણ વાંચો : Vivah Panchami 2022: ક્યારે છે વિવાહ પંચમી? જાણો આ દિવસે લગ્ન કરવા શા કારણે મનાય છે અશુભ

    આ સપના વિશે કોઇને કહેવાથી ખરાબ અસર ઓછી થાય છે


    જો તમે તમારા સપનામાં કોઈનું મૃત્યુ જોયું હોય અથવા કોઈ અપ્રિય વસ્તુ જોઈ હોય જેના કારણે તમારું સપનું તૂટી પણ ગયું હોય તો આવા સ્વપ્નન વિશે કહેવાથી ખરાબ અસર ઓછી થાય છે. કોઈપણ ખરાબ સ્વપ્ન વિશે હંમેશા કોઇને જણાવવું જોઈએ.

    આ 5 સપના વિશે ભૂલથી પણ કોઇને ન કહેશો


    ચાંદીથી ભરેલો કલશઃ જો તમે સપનામાં ચાંદીથી ભરેલો કલશ જુઓ તો તેના વિશે કોઈને જણાવો. આ સ્વપ્ન ખૂબ જ શુભ સૂચક છે. સ્વપ્ન વિજ્ઞાનમાં આવા સ્વપ્નને પ્રગતિ અને સુખનું સૂચક માનવામાં આવે છે. આ આવનારા સારા દિવસો સૂચવે છે. આવા સપના કહેવાથી તેની અસર ઓછી થઈ જાય છે.

    આ પણ વાંચો  :  સોમવારે આ 5 સફેદ વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી, વરસશે ભોળેનાથની કૃપા

    સપનામાં માતા-પિતાને પાણી પીતા જોવા


    જો તમે સપનામાં તમારા માતા-પિતાને પાણી આપતા જોવા મળે તો આ વાત કોઈને ન જણાવો. આ સ્વપ્ન આવનારા ભવિષ્યમાં પ્રગતિ સૂચવે છે. આવા સપના અન્ય કોઈની સાથે શેર કરશો નહીં તે ઓછું અસરકારક રહેશે.

    સ્વપ્નમાં ભગવાનના દર્શન


    સ્વપ્નમાં ભગવાનના દર્શન થવા એ શુભ સમાચાર મળવાની નિશાની છે. જો તમે સપનામાં ભગવાન સાથે વાત કરતા જોવા મળો તો સમજવું કે તમારા દુ:ખ અને કષ્ટો ઓછા થવાના છે. ભૂલથી પણ આ સ્વપ્ન કોઈની સાથે શેર ન કરો.

    ફૂલ બગીચાનું સ્વપ્ન


    જો તમને સપનામાં ફૂલોનો બગીચો દેખાય છે તો સ્વપ્ન વિજ્ઞાન અનુસાર આવા સ્વપ્નને શુભ માનવામાં આવે છે. આવા સપના જોવાનો અર્થ એ છે કે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આવા સ્વપ્ન આર્થિક લાભ સૂચવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો કોઈને આવુ સપનું આવે તો તેના વિશે કોઈને ન જણાવવું જોઈએ. નહિંતર તેની અસર ઓછી થઈ જાય છે.


    મૃત્યુનું સ્વપ્ન


    જો તમે સ્વપ્નમાં જોશો કે તમારું મૃત્યુ થયું છે અથવા કોઈ અન્ય વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો આવા સપના કોઈની સાથે શેર ન કરો. એવું કહેવાય છે કે આવા સપના બીજા સાથે શેર કરવાથી ખુશીઓને નજર લાગે છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Dream astrology, Dream indication, Dream interpretation, Dreams

    विज्ञापन
    विज्ञापन