Home /News /dharm-bhakti /કુબેર દેવતાની કૃપા મળવાનાં સંકેત આપે છે આ સપનાં, આપને આવે છે કે શું?
કુબેર દેવતાની કૃપા મળવાનાં સંકેત આપે છે આ સપનાં, આપને આવે છે કે શું?
સ્વપ્ન શાસ્ત્ર
Dream Interpretation: સ્વપ્નશાસ્ત્રની માનીયે તો, દરેક પ્રકારનાં સપનાનો કોઇને કોઇ અર્થ જરૂર હોય છે. જાણકારોની માનીયે તો, સપના આપણને આપણાં ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે પહેલેથી જ રુબરુ કરાવી દે છે. બસ જરૂર હોય છે તે સંકેતોને સમજવાની. આજે મે તમને જણાવીશું કે, જો આપને કુબેર દેવતાનાં આશીર્વાદ પ્રાપ્ત થવાનાં સંકેત આપે છે.
Dream Astrology: સુતા સમયે વ્યક્તિ એક એવી દુનિયામાં પહોંચી જાય છે જ્યાં તમામ વસ્તુઓ વાસ્તવિક પ્રતીત થાય છે. પણ વાસ્તવમાં તે હોય છે સપનાની દુનિયા. મોટાભાગનાં લોકો સુતા સમયે સપના જુવે છે. કેટલાંક સપનાં આપણી અસલ જીંદગીથી મળતાં આવતા હોય છે તો કેટલાંક સપનાં એવાં છે જેને આપણી રિયલ લાઇફથી કોઇ લેવા દેવા નથી હોતા. પણ સ્વપ્નશાસ્ત્રની માનીયે તો, દરેક સપનાનો કોઇને કોઇ અર્થ જરૂર હોય છે. જેને આપણી રિયલ લાઇફથી કોઇ લેવા-દેવા નથી હોતા. પણ સ્વપ્નશાસ્ત્રની માનીયે તો, દરેક પ્રકારનાં સપનાનો કોઇને કોઇ અર્થ જરૂર હોય છે. જાણકારોની માનીયે તો, સપના આપણને આપણાં ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે પહેલેથી જ રુબરુ કરાવી દે છે. બસ જરૂર હોય છે તે સંકેતોને સમજવાની. આજે મે તમને જણાવીશું કે, જો આપને માતા લક્ષ્મી અને કુબેર દેવતાનાં આશીર્વાદ પ્રાપ્ત થવાનાં સંકેત આપે છે.
સપનામાં બેંકમાં પૈસા જામ કરતાં જોવા કે કોઇપણ પ્રકારે ધનની બચત કરતાં જોવું શુભ માનવામાં આવે છએ. આ સપના તે વાતનો સંકેત આપે છે કે, આપને ભવિષ્યમાં સારો ધનલાભ થવાનો છે. સપનામાં ક્યાંયથી પૈસા મળતા દેખાવા પણ શુભ સંકેત માનવામાં આવે છે. આ સપના ભવિષ્યમાં આપને આર્થિક સ્થિતિ મજબૂત થવાનાં સંકેત આપે છે. સપનામાં દટાયેલું ધન દેખાવું પણ શુભ સંકેત છે. સપનામાં અચાનકથી જ ધનની પ્રાપ્તિ થવાનાં સંકેત આપે છે. સપનામાં સિક્કા દેખાવા અશુભ માનવામાં આવે છે. તો નોટ દેખાવી શુભ માનવામાં આવે છે.
સપનામાં બાળકોને હસતા અને ગાતા જોવું શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે. સ્વપ્નમાં લાલ રંગની સાડી પહેરેલી સ્ત્રીને જોવી પણ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે. સપનામાં દાંત સાફ થતા જોવા પણ શુભ માનવામાં આવે છે. સ્વપ્નમાં શરીરમાંથી ઈજા કે લોહી નીકળતું જોવું એ ભવિષ્યમાં પૈસા મળવાનો સંકેત આપે છે.
સ્વપ્નમાં કોઈની પાસેથી કંઈક લેવું એ એક સારો સંકેત છે. આનો અર્થ એ છે કે તમારી પાસે ગમે ત્યાંથી ઘણા પૈસા આવી શકે છે. સ્વપ્નમાં પોતાને ચડતા જોવું એ પણ એક સારો સંકેત છે. આ સ્વપ્ન પ્રગતિ અને સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત આપે છે. મંદિર જોવું કે સ્વપ્નમાં ભગવાનનું દર્શન કરવું એ પણ ધન પ્રાપ્તિની નિશાની છે. આ બધા સપના કુબેર દેવતાની વિશેષ કૃપા દર્શાવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર