Home /News /dharm-bhakti /Sapna Shastra: સપનામાં દુલ્હનનું દેખાવું શુભ કે અશુભ?

Sapna Shastra: સપનામાં દુલ્હનનું દેખાવું શુભ કે અશુભ?

સપનામાં દુલ્હન દેખાવી

Dream Interpretation: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, મનુષ્ય જે પણ સપના જુએ છે, તે આવનારા ભવિષ્યમાં થનારી ઘટના વિશે સંકેત આપે છે, જેના કારણે મનુષ્યને અપ્રિય ઘટનાથી વાકેફ થવાની તક મળે છે. જો સપનામાં દુલ્હન દેખાય છે, તો આ સપનાનો અર્થ શું થાય છે અહીં જાણો...

વધુ જુઓ ...
    સપના આપણને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. જ્યારે આપણે આપણું વાસ્તવિક વ્યક્તિત્વ છોડીને સપનાની દુનિયામાં જઈએ છીએ ત્યારે તેને સ્વપ્ન લોક કહેવાય છે. બધાના સપના અલગ-અલગ હોય છે. કેટલાક લોકોના સપના સારા હોય છે તો કેટલાકને ખરાબ સપના હોય છે. સપના પર કોઈનું નિયંત્રણ નથી. જો આપણે સપનાના વિજ્ઞાનમાં માનીએ તો દરેક સપનાનો કોઈને કોઈ અર્થ હોય છે. એવું માનવામાં આવે છે કે સપના આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ તરફ સંકેત આપે છે. આજે ભોપાલના રહેવાસી જ્યોતિષ અને પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે કે જો તમે તમારા સપનામાં દુલ્હન જુઓ છો તો આ સપનાનો અર્થ શું હોઈ શકે છે.

    દુલ્હન દેખાવું

    જો તમે છોકરો છો અને તમારા હજુ લગ્ન નથી થયા અને આવી સ્થિતિમાં જો તમને સપનામાં દુલ્હન દેખાય તો સ્વપ્ન વિજ્ઞાન અનુસાર આ સપનું સૂચવે છે કે તમારા આવનારા જીવનમાં તમને ખુશીઓ મળવાની છે. જો તમે વેપારી છો તો તમને વ્યવસાયમાં પ્રગતિ થશે અને જો તમે નોકરી કરો છો તો તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

    ઘણી બધી દુલ્હનને જોવું

    જ્યોતિષ અને સ્વપ્ન વિજ્ઞાનનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં ઘણી બધી દુલ્હનને એકસાથે જુએ છે તો તે તેના માટે શુભ સંકેત છે. આ સપનાનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં અલગ-અલગ જગ્યાએથી ઘણી બધી ખુશીઓ આવવાની છે અને આવનારા ભવિષ્યમાં તમારા કાર્યક્ષેત્રની બધી પરેશાનીઓનો અંત આવવાનો છે.

    આ પણ વાંચો: Dreams Meaning: શું તમને ભૂતપ્રેત અને આત્માઓના આવે છે સપના ? જાણો શું થાય છે તેનો અર્થ?

    દુલ્હનને રડતી જોવી

    સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં દુલ્હનને રડતી કે પરેશાન થતી જુઓ તો આ સપનું અશુભ માનવામાં આવે છે. આવા સપનાનો અર્થ એ છે કે તમારા જીવનમાં મુશ્કેલીઓ શરૂ થવાની છે. આ સપનાનો અર્થ એ છે કે તમારા જીવનમાં એક પછી એક નાની-નાની સમસ્યાઓ આવતી રહેશે, જેના કારણે તમે માનસિક રીતે પરેશાન રહી શકો છો.

    આ પણ વાંચો: Nonveg in Dreams: શું સપનામાં નોનવેજ દેખાય છે? નોકરી – ધંધા સાથે જોડાયેલા છે આ સંકેત



    દુલ્હનને હસતા જોવી

    જો કોઈ વ્યક્તિ સપનામાં દુલ્હન હસતી કે ખુશ થતી દેખાય તો તેના માટે આ સપનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રમાણે તમારા ઘરમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે. જો તમે પરિણીત છો તો તમારા ઘરે નાનો મહેમાન આવી શકે છે અને જો તમે પરણેલા નથી તો જલ્દી લગ્ન થઇ શકે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dream indication, Dream interpretation

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन