Home /News /dharm-bhakti /Dream Interpretation: સપનામાં આ 5 વસ્તુઓ જોવી માનવામાં આવે છે અત્યંત શુભ, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર
Dream Interpretation: સપનામાં આ 5 વસ્તુઓ જોવી માનવામાં આવે છે અત્યંત શુભ, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપના ભવિષ્ય વિશે સંકેત આપે છે. (Image credit- shutterstock)
Dream Interpretation: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપના ભવિષ્ય વિશે સંકેત આપે છે. કેટલાક સપના ખરાબ તો કેટલાક સારા હોય છે. અહીં તમે એવા સ્વપ્નો વિશે જાણશો જે આવનારા સમયમાં ધનલાભનો સંકેત આપે છે.
Dream Interpretation: ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને સપનાં ન આવતા હોય. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપના આપણા ભવિષ્ય (Future) સાથે જોડાયેલા હોય છે, જે આવનારી ઘટનાઓ વિશે અગાઉથી જ જાણ કરી દે છે. સપનામાં કેટલીક વસ્તુઓ જોવી શુભ તો કેટલીક વસ્તુઓ જોવી અશુભ માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્રમાં અનેક પ્રકારના સપનાનો ઉલ્લેખ મળે છે. અહીં તમે એવા સ્વપ્નો વિશે જાણશો જે આવનારા સમયમાં આર્થિક સ્થિતિ સુધરવાનો કે મોટા ધનલાભનો સંકેત આપે છે.
સપનામાં ખાલી વાસણ જોવું
સપનામાં ખાલી વાસણ જોવું શુભ માનવામાં આવે છે. આ સપનું આર્થિક સ્થિતિમાં સુધાર થવાનો સંકેત આપે છે. આ સપના મુજબ તમે જલ્દી ધનવાન બની શકો છો. અટકેલું ધન તમને મળી શકે છે.
સ્વપ્નમાં ઉંદરનું દેખાવું
સ્વપ્નમાં ઉંદર જોવો એ પણ એક શુભ સંકેત છે. આ સ્વપ્ન ગરીબી દૂર થવાનો સંકેત આપે છે. ઉંદરને ભગવાન ગણેશનું વાહન પણ માનવામાં આવે છે.
સપનામાં ઝાડૂ દેખાય તો એ શુભ સંકેત કહેવાય છે કારણકે તે દર્શાવે છે કે પૈસા સંબંધિત સમસ્યા જલ્દી દૂર થવાની છે. સપનામાં ગાયના ગોબરથી બનેલા છાણા દેખાય તો પણ સારો સંકેત માનવામાં આવે છે. તેનાથી નસીબ ચમકવાની ધારણા રહે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ સપનું જુએ તો તે જિંદગીમાં ખૂબ પ્રગતિ કરે છે.
ભગવાનના દર્શન કરવા
સપનામાં જો કોઈ દેવી-દેવતાના દર્શન થઈ જાય તો આ સપનું સુખ-સમૃદ્ધિ અને ધન લાભ અપાવે છે. સપનામાં અંધારામાં કોઈ ખૂણે પ્રજ્જવલિત દીપક દેખાય તો એનો અર્થ છે કે તમારા પર ટૂંક સમયમાં મા લક્ષ્મીની કૃપા વરસવાની છે.
જો સપનામાં તમે પોતાને કોઈ ઝાડ પર ચડતા જુઓ તો તમને અચાનક ધન પ્રાપ્ત થવાની શક્યતા રહે છે. સપનામાં સાપ દરમાં જતો દેખાય તો પણ અચાનક ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર