Home /News /dharm-bhakti /આ આદતો જીવનમાં લઈને આવે છે દુર્ભાગ્ય, શનિ-રાહુ આપવા લાગે છે અશુભ પરિણામ

આ આદતો જીવનમાં લઈને આવે છે દુર્ભાગ્ય, શનિ-રાહુ આપવા લાગે છે અશુભ પરિણામ

રોજિંદા જીવનમાં થતી ભૂલો ગ્રહોને પ્રભાવિત કરે છે.

Astrology: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના પ્રભાવથી વ્યક્તિની આદતોમાં બદલાવ થતા રહે છે. રોજિંદા જીવનમાં થતી ભૂલો ગ્રહોને પ્રભાવિત કરે છે. જેની જીવનશૈલી પર શુભ કે અશુભ અસર પડે છે.

Habits Bring Misfortune: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહોના પ્રભાવને કારણે મનુષ્યની આદતોમાં ફેરફાર થતાં રહે છે. રોજિંદા જીવનમાં કરવામાં આવેલી ભૂલો (mistakes) ગ્રહોને પ્રભાવિત કરે છે. જેનો શુભ કે અશુભ પ્રભાવ જીવનશૈલી પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે દૈનિક જીવનમાં કરવામાં આવતી ભૂલો પણ કુંડળીના શુભ ગ્રહને પણ અસર કરે છે. ચાલો જાણીએ કે કઈ ભૂલોને કારણે કયા ગ્રહો પ્રભાવિત થાય છે અને વિપરીત ફળ આપે છે.

આ ખરાબ ટેવો (Bad Habits) બને છે દુર્ભાગ્યનું કારણ

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પગ ઘસડીને ચાલવું એ ખરાબ આદત છે. આ ખરાબ આદતને કારણે કુંડળીના રાહુ અને શનિ પ્રભાવિત થાય છે. જે જીવનમાં અશુભ ફળ આપે છે.

આ પણ વાંચો: સકારાત્મકતાનું પ્રતીક છે મોર પંખ, આ ઉપાયો કરશે તમારી દરેક સમસ્યાનું સમાધાન

- ભોજન કર્યા પછી થાળી કે વાસણ છોડીને ઉઠવું એ સારી આદત નથી. જેઓ આમ કરે છે તેમને સખત મહેનત કર્યા પછી પણ સંતોષકારક પરિણામ મળતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભોજન કર્યા પછી વાસણોને યોગ્ય જગ્યાએ રાખવાથી ચંદ્ર અને શનિ દોષ દૂર થાય છે.

- ઘરમાં પૂજા કરતા પહેલા પૂજા સ્થાન કે મંદિરની સફાઈ ન કરવી એ એક ખરાબ આદત છે. પૂજા કરતા પહેલા મંદિર અથવા પૂજા સ્થાનને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી તમામ નવ ગ્રહો સહિત દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

- સ્નાન કર્યા બાદ બાથરૂમને ગંદુ રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ (Vastu Dosha) થાય છે. તેમજ કુંડળીમાં ચંદ્ર અશુભ પરિણામ આપવા લાગે છે. આવી સ્થિતિમાં સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ ન રાખવું જોઈએ. બાથરૂમની ગંદકીને સાફ કરી નાખવી જોઈએ. આ સાથે ફ્લોર પર ફેલાયેલું પાણી પણ સાફ કરવું જોઈએ.

આ પણ વાંચો: Vastu tips: બેડરૂમમાં રાખો આ વસ્તુઓ, સંબંધોમાં વધતી રહેશે મીઠાશ

- કોઈપણ કારણ વગર મોડી રાત સુધી જાગતા રહેવાથી ચંદ્ર અશુભ પરિણામ આપવા લાગે છે. જેના કારણે માનસિક તણાવનો સામનો કરવો પડે છે.

- રસોડું સાફ-સુથરું ન રાખવાથી મંગલ દોષ થાય છે. જેના કારણે ઘરમાં ઝઘડો અને અશાંતિ વધવા લાગે છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિ પર પણ વિપરીત અસર પડે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Astrology in gujarati, Bad Habits, Dharma bhakti, Shanidev, Vastu dosh, ધર્મભક્તિ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો