Home /News /dharm-bhakti /શું તમે પણ રાત્રે લગ્નના સપના જુઓ છો? તો જાણી લો સ્વપ્ન શાસ્ત્રમાં તેનો શું છે અર્થ?

શું તમે પણ રાત્રે લગ્નના સપના જુઓ છો? તો જાણી લો સ્વપ્ન શાસ્ત્રમાં તેનો શું છે અર્થ?

જો તમે સ્વપ્નમાં તમારા પોતાના લગ્ન (Dream of own wedding)નું સ્વપ્ન જોશો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Dream Astrology: સ્વપ્નશાસ્ત્રમાં તે સપનાનો અર્થ વિગતવાર વર્ણવવામાં આવ્યો છે. આજે અહીં તમને સ્વપ્ન શાસ્ત્રમાં લગ્ન સંબંધિત સપનાનો અર્થ શું છે? તે અંગે જાણકારી આપવામાં આવી છે.

  Swapna Shastra : રાત્રે સૂતી વખતે સપના આવવા સામાન્ય છે. સપનામાં આપણે કેટલીકવાર અજીબોગરીબ ઘટનાઓ બનતી જોઈએ છીએ. કેટલાક સપના આપણને ખુશ કરે છે, તો કેટલાક સપના આપણને ડરાવે છે. જાગ્યા પછી, આપણે તે સપનાનો અર્થ શોધતા રહીએ છીએ. પરંતુ તેની વાસ્તવિકતા આપણે જાણતા નથી. જો તમે પણ આવા વિચિત્ર સપના જોઈને ગભરાઈ જાઓ છો તો ગભરાશો નહીં. સ્વપ્નશાસ્ત્રમાં તે સપનાનો અર્થ વિગતવાર વર્ણવવામાં આવ્યો છે. આજે અહીં તમને સ્વપ્ન શાસ્ત્રમાં લગ્ન સંબંધિત સપનાનો અર્થ શું છે? તે અંગે જાણકારી આપવામાં આવી છે.

  સ્વપ્નમાં લગ્નનો વરઘોડો દેખાવો

  જો તમે તમારા સપનામાં લગ્નના સપના જુઓ છો, તો તે કોઈ અશુભ ઘટના બનવાના સંકેત છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, તેનો અર્થ એ છે કે તમને અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યને નજીકના ભવિષ્યમાં કોઈ ગંભીર બીમારી થવાની છે. તેથી તમારે સમયસર સતર્ક રહેવું જોઈએ અને તમારું ચેકઅપ કરાવવું જોઈએ.

  કોઈને લગ્ન કરતા જોવું

  સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમે સપનામાં કોઈ કપલને લગ્ન કરતા જોશો તો તેનો અર્થ છે કે જલ્દી જ તમારા જીવનમાં કોઈ આફત આવી શકે છે. તમારા ઘણા કાર્યો નિષ્ફળ થઈ શકે છે અને તમારે જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

  આ પણ વાંચો- નવરાત્રીમાં હાથીની મૂર્તિ અવશ્ય ખરીદો, માતાના આશીર્વાદ બની રહેશે, સુખ-સમૃદ્ધિ આવશે

  તમારા લગ્નનું સ્વપ્ન જોવું

  જો તમે સ્વપ્નમાં તમારા પોતાના લગ્ન (Dream of own wedding)નું સ્વપ્ન જોશો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે, તમારું વિવાહિત જીવન સુખી રહેશે અને તમારા જીવનસાથી સાથે સારું બોન્ડિંગ રહેશે. તે પતિ-પત્ની વચ્ચે વધતા પ્રેમને પણ દર્શાવે છે.

  લગ્નના કપડાંમાં દુલ્હન દેખાવી

  સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમે સપનામાં કોઈ સ્ત્રીને લગ્નના કપડામાં જોઈ હોય, તો તે તમારા જીવનમાં ખુશીની નિશાની છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને જીવનમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. ધન લક્ષ્મી પણ તમારા ઘરે આવી શકે છે.

  આ પણ વાંચો- ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર ન રાખો આ વસ્તુઓ

  સ્વપ્નમાં દુલ્હા- દુલ્હનને જોવા

  જો તમે સપનામાં વર-વધુની જોડી જુઓ છો, તો તે કોઈ અશુભ ઘટના બનવાનો સંકેત છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં કોઈ આર્થિક સમસ્યા આવવાની છે. જો તમે આવા સ્વપ્ન જુઓ છો, તો તમારે બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ મેળવવાનું શરૂ કરવું જોઈએ.
  First published:

  Tags: Astrology, Astrology in gujarati, Dream astrology, Dreams

  विज्ञापन
  विज्ञापन