Home /News /dharm-bhakti /Chaitri Navratri 2022: ચૈત્રી નવરાત્રિમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિં તો આજીવન થશે પસ્તાવો
Chaitri Navratri 2022: ચૈત્રી નવરાત્રિમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિં તો આજીવન થશે પસ્તાવો
ચૈત્રી નવરાત્રિમાં તમે કઇ-કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો
ચૈત્રી નવરાત્રિમાં અનેક લોકો ઉપવાસ (Fasting) કરતા હોય છે. આ સાથે જ મોટાભાગના ઘરોમાં આરતી (Aarti), પૂજા (Pooja) કરવામાં આવતી હોય છે. આ વખતે 2જી એપ્રિલથી નવરાત્રિનો પ્રારંભ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે.
Chaitri Navratri 2022: હિન્દુ ધર્મમાં ચૈત્રી (Chaitri) નવરાત્રિનું (Navratri) અનેરું મહત્વ હોય છે. ચૈત્રી નવરાત્રિમાં અનેક લોકો ઉપવાસ (Fasting) કરતા હોય છે. આ સાથે જ મોટાભાગના ઘરોમાં આરતી (Aarti), પૂજા (Pooja) કરવામાં આવતી હોય છે. આ વખતે 2જી એપ્રિલથી નવરાત્રિનો પ્રારંભ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. જો કે નોરતા દરમિયાન અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે.
ચૈત્રી નવરાત્રિમાં તમે કઇ-કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો
જો તમે ઘરમાં (Home) આરતી કે પૂજા બરાબર કરી શકતા નથી તો એમાં કોઇ વાંધો આવતો નથી. પરંતુ તમારે આ સમય દરમિયાન (Meanwhile) ઘરમાં બીજી અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ વસ્તુઓ પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપતા નથી તો જીવનમાં અનેક મુશ્કેલીઓ (Problems) તમારા માથે આવીને ઉભી રહે છે અને તમારે અનેક સંકટોમાંથી પસાર થવું પડે છે. તો જાણી લો ચૈત્રી નવરાત્રિમાં તમે કઇ-કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો. જેથી કરીને તમને આગળ જતા કોઇ તકલીફ ના પડે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નોરતામાં આ બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.
માંસાહારી ભોજન
નવરાત્રિ દરમિયાન કોઇ પણ વ્યક્તિએ (Person) માંસાહારી ભોજન કરવું જોઇએ નહિં. નોરતાં દરમિયાન અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ માટે માંસાહારી (Carnivorous) ભોજનથી દૂર રહેવું જોઇએ.
દારૂનું સેવન
નોરતા દરમિયાન કોઇ પણ વ્યક્તિએ દારૂનું (Alcohol) સેવન કરવું જોઇએ નહિં. ચૈત્ર મહિનો ભગવાન દુર્ગાની ઉપાસના માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જો તમે નવરાત્રિમાં દારૂનું સેવન કરો છો તો અનેક તકલીફોમાંથી તમારે પસાર થવું પડે છે.
ચૈત્રી નવરાત્રિ દરમ્યાન તમે ચામડાની (Leather) વસ્તુઓ પહેરશો નહિં. ચામડાંની વસ્તુઓ પહેરવી આપણાં માટે અશુભ સાબિત થાય છે. ચામડું જાનવરોની (Animals) ચામડીમાંથી બનાવવામાં આવે છે જેના કારણે એને ખૂબ અશુભ માનવામાં આવે છે. આ માટે બને ત્યાં સુધી ચામડાંની વસ્તુઓથી તમારે દૂર રહેવું જોઇએ.
લસણ-ડુંગળીને (Garlic - Onion) તામસિક ભોજનની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તામસિક ભોજન મનની એકાગ્રતાનો ભંગ કરે છે. આ સાથે જ માનસિક થાકનું પણ કારણ બને છે. આ કારણે બને ત્યાં સુધી નોરતામાં લસણ-ડુંગળી ખાશો નહિં.
વાળ કપાવવા
નોરતા દરમિયાન કોઇ પણ વ્યક્તિએ વાળ કપાવવા (Haircut) જોઇએ નહિં. વાળ અને દાઢી નોરતામાં કપાવવાથી ભવિષ્યમાં સફળ થવાની સંભાવના ઘણી ઓછી થઇ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર