શુક્રવારે કરો કોઇપણ એક કામ, ભાગ્યલક્ષ્મી સામે ચાલીને આવશે આપના ઘરે

News18 Gujarati
Updated: November 29, 2019, 2:34 PM IST
શુક્રવારે કરો કોઇપણ એક કામ, ભાગ્યલક્ષ્મી સામે ચાલીને આવશે આપના ઘરે

  • Share this:
ધર્મ ભક્તિ:  આપનાં ઘર, પરિવારમાં આર્થિક સમસમ્યાઓ ઘણી વખત થતી રહે છે. કે પછી ધનની આવક થાય છે. પણ ટકતું નથી. તેનો અર્થ એવો પણ થાય કે ધનની દેવી લક્ષ્મીજી આપનાંથી નારાજ છે. ત્યારે ચાલો આજે એવાં કેટલાંક કામ અંગે વાત કરીએ જેનાંથી ભાગ્યની દેવી લક્ષ્મીજી તમારા પ્રશન્ન થઇ જાય અને સામે ચાલીને તમારા ઘરમાં વાસ કરવા લાગે.

-દર વર્ષે પરિવાર સાથે એક ધર્મ સ્થળની મુલાકાત અવશ્ય લો. ત્યાં પ્રભુનાં દર્શન કરીને તમારી કમાણીને કેટલોક ભાગ પ્રભુને અવશ્ય ચઢાવો. તેનાંથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. તેમજ વેપાર અને નોકરીમાં સમૃદ્ધિમાં આવશે.
-જે વ્યક્તિઓ મહિલાઓનું સન્માન કરે છે. તેની ઉપર ભાગ્યલક્ષ્મી ખૂબ ઝડપથી પ્રસન્ન થશે. આપનાં ઘરની મહિલાઓને વિશેષ દિવસે કે તહેવારે તેમની મન પસંદ વસ્તુઓ ભેટમાં આપો. કારણ કે તે જ ખરા અર્થમાં આપનાં ઘરની લક્ષ્મી છે.

આ પણ વાંચો- સાસરું હોય કે પિયર, મહારાણીની જેમ રહે છે આ 5 રાશિની યુવતીઓ

-શાસ્ત્રોમાં મહિલાઓને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે તે ઇટ-પત્થરનાં બનેલા મકાનને પોતાની સમજણ અને આવડતથી ઘર બનાવે છે.-શુક્રવારનાં દિવસે સંભવ હોય તો પરિવારનાં સભ્યોએ વ્રત રાખવું અને મા લક્ષ્મીની પૂજા કરવી.
-શુક્રવારે ઇલાઇચીનું પૂજન તેને ધૂપ અગરબત્તી કરી તમારા પૂજા સ્થળે રાખવી અને સાંજે તેને તમારા પાકિટમાં મુકી દેવી.

આ પણ વાંચો- ડિસેમ્બરમાં લાગશે વર્ષનું અંતિમ ગ્રહણ, જાણો તેની સંપૂર્ણ વિગત
-કુંડળીમાં શુક્ર ગ્રહ જો અશુભ હોય કે નિચનો હોય તો તે ઘર પરિવારમાં પૈસાની તંગી રહે છે. તેથી શુક્રને બળવાન બનાવવા માટે ગરીબોને રંગબેરંગી કપડાં ભેટમાં આપો, તમારી પાસે જે હોય તેમાંથી યથા શક્તિ દાન કરો. જરૂરિયાત મંદનું પેટ ભરો તો કોઇને મદદ કરો.
-ક્યારેય રૂપિયા ગણવા માટે થૂકનો પ્રયોગ ન કરવો. જે લોકો આમ કરે છે તેમનાંથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.
-શ્રીયંત્રને ધન સ્થાન પર રાખો.
-રાત્રે સુતા પહેલાં રસોડાની સાફ-સફાઇ અવશ્ય કરો. વાસણ એઠાં ન રાખો. આમ અન્નની કમી ક્યારેય ઘરમાં નહીં રહે.
-શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરો. વસ્ત્ર હોય કે દૂધ, દહી જેવી વસ્તુ. આ દિવસે સફેદ રંગનાં કપડાં પહેરવાં.
First published: November 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading