ચંદ્રગ્રહણ સમયે આ કામ કરવાથી મળે છે પુણ્ય!

પ્રતીકાત્મક તસવીર

ચંદ્રગ્રહણના દિવસે જ ગુરુપૂર્ણિમા હોવાના કારણે આ દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે

  • Share this:
    વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આજે એટલે કે 16 જુલાઈએ છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોઈ શકાશે. અષાઢ મહિનાના શુક્લ પક્ષના ચંદ્રગ્રહણના દિવસે જ ગુરુપૂર્ણિમા અને કર્ક સંક્રાંતિ પણ છે જેના કારણે આ દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે.

    માન્યતા છે કે ચંદ્ર ગ્રહણનો પ્રભાવ 108 દિવસ સુધી રહે છે. આ દિવસ અનેક કાર્યોને કરવા માટે અશુભ માનવામાં આવ છે. સાથોસાથ આ દિવસે સાત અનાજ એક સાથે મેળવીને દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

    આ દિવસે બીજું શું કરશો?

    - ગર્ભવતી મહિલાઓ પોતાની લંબાઈ કુશ લો. જો કુશ ન હોય તો કોઈ સીધો ડંડો લઈને તેને ખૂણામાં ઊભી કરી દો. તેનાથી જો તેઓ ગ્રહણમાં બેસવા કે ઊંઘવા માંગે છે તો તે કરી શકે છે.

    - ભગવાનના મંદિરને કોઈ કપડા કે પડદાથી ઢાંકી દો.

    - ઘરના તમામ પાણીના વાસણો, દૂધ, દહીં વગેરે તુલસીના પાના કે દૂધ દર્ભ ધોઈને નાખી દો.

    આ પણ વાંચો, 149 વર્ષે ચંદ્રગ્રહણ અને ગુરુપૂર્ણિમાનો અનોખો સંયોગ, શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર

    - મંદિરને ઢાંકવા ઉપરાંત પૂજા-પાઠ કરો અને સૂર્યદેવના મંત્રોનું ઊંચા સ્વરે પઠન કરો.

    - ગ્રહણ શરૂ થતાં જ અનાજ અને એક જૂનું કપડું બહાર રાખી દો, ખતમ થતાં બંને વસ્તુઓને સન્માનપૂર્વક કોઈ સફાઈકર્મીને દાનમાં આપી દો.

    - સૂતક દરમિયાન અને ગ્રહણ હટી ગયા બાદ પણ સ્નાન કરો.

    Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી એન સૂચનાઓ માન્યતા પર આધારિત છે. News18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો.
    Published by:Mrunal Bhojak
    First published: