Home /News /dharm-bhakti /દેવ દિવાળી પર કરી લો આ 4 માંથી કોઇ એક ઉપાય, રૂપિયાથી ભરેલુ રહેશે પર્સ
દેવ દિવાળી પર કરી લો આ 4 માંથી કોઇ એક ઉપાય, રૂપિયાથી ભરેલુ રહેશે પર્સ
દેવ દિવાળી કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે
માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લઈને પૃથ્વીને પ્રલયથી બચાવી હતી અને આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો પણ વધ કર્યો હતો. હિંદુ માન્યતાઓ અનુસાર, આ દિવસે તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરવા આવે છે.
Dev Diwali 2022 : દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. બીજી તરફ, દેવ દિવાળી પણ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લઈને પૃથ્વીને પ્રલયથી બચાવી હતી અને આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો પણ વધ કર્યો હતો.
હિંદુ માન્યતાઓ અનુસાર, આ દિવસે તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરવા આવે છે. ચાલો તમને જણાવીએ દેવ દિવાળી પર કયા ઉપાયો કરવા જોઇએ છે.
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ દિવાળીના દિવસે લોટનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લોટનો દીવો બનાવી તેમાં ઘી અને 7 લવિંગ નાખીને દીવો કરવો. માન્યતાઓ અનુસાર આવું કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે.
દીપદાન કરો
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ દિવાળીના દિવસે દીપદાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે દીપ દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એવી માન્યતા છે કે દેવ દિવાળીના દિવસે નદીના કિનારે જઈને દીપ દાન કરવો જોઈએ. આમ કરવાથી જીવનની પરેશાનીઓનો અંત આવે છે.
હિન્દુ માન્યતાઓ અનુસાર દેવ દિવાળીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે અને તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી. આ સાથે વેપાર અને નોકરીમાં પણ પ્રગતિ થાય.
ઘરમાં દીવો પ્રગટાવો
દિવાળીની જેમ દેવ દિવાળીના દિવસે પણ તમારા ઘરોમાં દીવા પ્રગટાવવા જોઈએ. ઘરના દરવાજા પર તોરણ લગાવો અને ઘરમાં રંગોળી બનાવીને ઘરને સજાવવું ખૂબ જ શુભ છે. સ્વચ્છતા અને સજાવટથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને દેવ દિવાળીના દિવસે ઘરની સજાવટ અને સફાઈ કરવાથી પૂર્વજોની આત્માઓને પણ શાંતિ મળે છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર