Home /News /dharm-bhakti /

Religion: શુક્રવારે કરો આ 10 કામ, પૈસાથી તિજોરી છલકાઈ જશે

Religion: શુક્રવારે કરો આ 10 કામ, પૈસાથી તિજોરી છલકાઈ જશે

શુક્રવારે આ રીતે પૂજા વ્રત કરો

Friday tips for Money: હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઇને કોઇ દેવતાને સમર્પિત છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ છે. શુક્રવારે મા લક્ષ્મીનું વ્રત રાખવા ઉપરાંત પૂજા-અર્ચના કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે

    Friday tips for Money: લક્ષ્મી માતાને ખુશ કરી સંપત્તિની પ્રાપ્તિ કરી શકાય છે. ખાસ કરીને શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીની (Lakshmi Pujan) પૂજા કરવાથી ધનપ્રાપ્તિ થાય છે. ગૃહલક્ષ્મી (Gruhlakshmi) ઘરની ગૃહિણીઓમાં શરમ, ક્ષમા, ચારિત્ર્ય અને મમતાના રૂપે બિરાજમાન હોય છે. તે મકાનમાં પ્રેમ અને લાગણી ઉમેરી તેને ઘર બનાવે છે. જે ઘરમાં તેઓ ન હોય તે ઘરમાં કલેશ, ઝગડા, નિરાશા વગેરે ફેલાઈ જાય છે. ગૃહિણીને ગૃહલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જ્યાં ઘરની સ્ત્રીનું સન્માન ન થાય ત્યાંથી ગૃહલક્ષ્મી પણ જતી રહે છે.

    હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઇને કોઇ દેવતાને સમર્પિત છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ છે. શુક્રવારે મા લક્ષ્મીનું વ્રત રાખવા ઉપરાંત પૂજા-અર્ચના કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અહી માતા લક્ષ્મીને ખુશ કરવાની 10 પદ્ધતિ જણાવવામાં આવી છે.

    - સવારે ઉઠતાં જ મા લક્ષ્મીને પગે પડીને સફેદ વસ્ત્રો ધારણ કરો અને મા લક્ષ્મીના શ્રી સ્વરૂપ અને ચિત્ર સામે ઊભા રહીને શ્રીસુક્તમનું પઠન કરો. આ સાથે જ કમળનું ફૂલ ચઢાવો.

    - ઘરેથી કામ પર જતી વખતે થોડું ગળ્યું દહીં ખઈને બહાર જાઓ.

    - જો પતિ-પત્નીમાં ખટરાગ રહેતો હોય તો આ દિવસે તમારા બેડરૂમમાં પ્રેમપંખીડાં જોડાંની તસ્વીર લગાવો.

    - જો તમારા કામમાં અવરોધ આવતા હોય તો શુક્રવારે કાળી કીડીઓને કણ નાખો

    - શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરે જઈને શંખ, કોડી, કમલ, મખાના, પતાશા માતાજીને અર્પણ કરો. આ બધું મા લક્ષ્મીને પ્રિય છે.

    - ગજલક્ષ્મી મા ની ઉપાસના કરવાથી સંપતિ અને સંતતિ બંને પ્રાપ્ત થાય છે.

    - વીરલક્ષ્મી માતાની ઉપાસના સમૃદ્ધિ સાથે સ્વાસ્થ્ય પણ આપે છે.

    - લક્ષ્મી મા નું એક રૂપ અન્ન પણ છે. કેટલાક લોકો ગુસ્સો આવતા ભોજનની થાળી પણ ફેંકી દે છે. આ આદત ધન, વૈભવ અને પારિવારિક સુખ માટે નુકસાનકારક હોય છે.

    - પીપળની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ ભેગુ કરીને તે પીપળના વૃક્ષની મૂળમાં નાખવાથી ઘરમાં લાંબા સમય સુધી સુખ સમૃદ્ધિ રહે છે અને લક્ષ્મી મા નો વાસ પણ બરકરાર રહે છે.

    આ પણ વાંચો - Numerology 21 July 2022: આ લોકોને મીઠી વાણી બોલવાથી લાભ થઈ શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    - ઘરમાં વારંવાર ધનનું નુકસાન થતું હોય તો શુક્રવારે ઘરના દરવાજે ગુલાલ છાંટી ગુલાલ પર શુધ્ધ ઘીનો દ્વિમુખી દીપક પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે ભવિષ્યમાં ઘરમાં ધનહાનિ ન થાય એવી પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે દીવો ઠરી જાય ત્યારે તેને વહેતા પાણીમાં વહેવડાવી દેવો જોઈએ.
    First published:

    Tags: Dharm Bhakti, Dharm News, ધર્મ, ધર્મભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन