શુક્રવારે કરો કોઇપણ એક કામ, ભાગ્યલક્ષ્મી સામે ચાલીને આવશે આપના ઘરે

શુક્રવારે ઇલાઇચીનું પૂજન કરો તેને ધૂપ અગરબત્તી કરી તમારા પૂજા સ્થળે રાખવી અને સાંજે તેને તમારા પાકિટમાં મુકી દેવી

શુક્રવારે ઇલાઇચીનું પૂજન કરો તેને ધૂપ અગરબત્તી કરી તમારા પૂજા સ્થળે રાખવી અને સાંજે તેને તમારા પાકિટમાં મુકી દેવી

 • Share this:
  ધર્મ ભક્તિ ડેસ્ક: આપનાં ઘર, પરિવારમાં આર્થિક સમસમ્યાઓ ઘણી વખત થતી રહે છે. કે પછી ધનની આવક થાય છે. પણ ટકતું નથી. તેનો અર્થ એવો પણ થાય કે ધનની દેવી લક્ષ્મીજી આપનાંથી નારાજ છે. ત્યારે ચાલો આજે એવાં કેટલાંક કામ અંગે વાત કરીએ જેનાંથી ભાગ્યની દેવી લક્ષ્મીજી તમારા પ્રશન્ન થઇ જાય અને સામે ચાલીને તમારા ઘરમાં વાસ કરવા લાગે.

  -દર વર્ષે પરિવાર સાથે એક ધર્મ સ્થળની મુલાકાત અવશ્ય લો. ત્યાં પ્રભુનાં દર્શન કરીને તમારી કમાણીને કેટલોક ભાગ પ્રભુને અવશ્ય ચઢાવો. તેનાંથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. તેમજ વેપાર અને નોકરીમાં સમૃદ્ધિમાં આવશે.
  -જે વ્યક્તિઓ મહિલાઓનું સન્માન કરે છે. તેની ઉપર ભાગ્યલક્ષ્મી ખૂબ ઝડપથી પ્રસન્ન થશે. આપનાં ઘરની મહિલાઓને વિશેષ દિવસે કે તહેવારે તેમની મન પસંદ વસ્તુઓ ભેટમાં આપો. કારણ કે તે જ ખરા અર્થમાં આપનાં ઘરની લક્ષ્મી છે.
  -શાસ્ત્રોમાં મહિલાઓને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે તે ઇટ-પત્થરનાં બનેલા મકાનને પોતાની સમજણ અને આવડતથી ઘર બનાવે છે.

  આ પણ વચાં-યુવતીઓનાં આ અંગ પરથી જાણી શકાશે કે તે ભાગ્યશાળી છે કે નહીં?

  -શુક્રવારનાં દિવસે સંભવ હોય તો પરિવારનાં સભ્યોએ વ્રત રાખવું અને મા લક્ષ્મીની પૂજા કરવી.
  -શુક્રવારે ઇલાઇચીનું પૂજન કરો તેને ધૂપ અગરબત્તી કરી તમારા પૂજા સ્થળે રાખવી અને સાંજે તેને તમારા પાકિટમાં મુકી દેવી.
  -કુંડળીમાં શુક્ર ગ્રહ જો અશુભ હોય કે નિચનો હોય તો તે ઘર પરિવારમાં પૈસાની તંગી રહે છે. તેથી શુક્રને બળવાન બનાવવા માટે ગરીબોને રંગબેરંગી કપડાં ભેટમાં આપો, તમારી પાસે જે હોય તેમાંથી યથા શક્તિ દાન કરો. જરૂરિયાત મંદનું પેટ ભરો તો કોઇને મદદ કરો.
  -ક્યારેય રૂપિયા ગણવા માટે થૂકનો પ્રયોગ ન કરવો. જે લોકો આમ કરે છે તેમનાંથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.
  -શ્રીયંત્રને ધન સ્થાન પર રાખો.

  આ પણ વાંચો-સવારે ઉઠીને સૌ પહેલાં કરો આ 2 મંત્રનો જાપ, જીવનમાં નહીં રહે કોઇ અડચણ

  -રાત્રે સુતા પહેલાં રસોડાની સાફ-સફાઇ અવશ્ય કરો. વાસણ એઠાં ન રાખો. આમ અન્નની કમી ક્યારેય ઘરમાં નહીં રહે.
  -શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરો. વસ્ત્ર હોય કે દૂધ, દહી જેવી વસ્તુ. આ દિવસે સફેદ રંગનાં કપડાં પહેરવાં.
  Published by:Margi Pandya
  First published: