Home /News /dharm-bhakti /આ દિવસે તુલસીની પૂજા અને જળ અર્પણ કરવું 'મહાપાપ' સમાન, જાણો શું છે માન્યતા

આ દિવસે તુલસીની પૂજા અને જળ અર્પણ કરવું 'મહાપાપ' સમાન, જાણો શું છે માન્યતા

આ દિવસે તુલસીની પૂજા 'મહાપાપ' સમાન

રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડ પર જળ ચડાવવું વર્જિત છે. શું છે તેની પાછળની કહાની, કઇ વાતોનું ધ્યાન રાખવું, ચાલો તમને જણાવીએ...

    Should Not water Tulsi on Sundy- તુલસી વિવાહને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષે 5 નવેમ્બરે તુલસી વિવાહ છે. દરેક ઘરમાં આખુ વર્ષ સવારના સમયે તુલસીના છોડને જળ ચડાવવામાં આવે છે. તેનાથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને આશિર્વાદ આપે છે.

    તુલસીજીને મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ રહે છે. પરંતુ રવિવારનો દિવસ એવો હોય છે જ્યારે તુલસીના છોડને જળ અર્પણ ન કરવું જોઇએ.

    આ પણ વાંચો : આ 4 રાશિઓની ખુશીઓ પર 'ગ્રહણ' લગાવશે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, પડશે નકારાત્મક પ્રભાવ

    રવિવારે તુલસીને જળ અર્પણ ન કરો


    એવી માન્યતા છે કે રવિવારના દિવસે તુલસી ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ રાખે છે. આ દિવસે તુલસીને જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને દેવી લક્ષ્મી નારાજ થઇ જાય છે.

    એકાદશીના દિવસે પણ તુલસીને જળ અર્પણ ન કરવું જોઇએ


    એવું માનવામાં આવે છે કે દેવી તુલસીના વિવાહ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના એક રૂપ શાલીગ્રામ સાથે થયા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ ઉઠની એકાદશી પર રીતિ-રિવાજો સાથે બંનેના લગ્ન થયા હતા.

    આ પણ વાંચો : લગ્નના શુભ મુહૂર્ત નવેમ્બરથી શરૂ, 2023માં કઇ-કઇ તારીખે વાગશે શરણાઇ, જોઇ લો લિસ્ટ

    દેવી લક્ષ્મી એકાદશીનું વ્રત કરે છે. તુલસીજી દેવી લક્ષ્મીનું રૂપ છે. તેવામાં આ દિવસે જો તેને જળ અર્પણ કરવામાં આવે તો તેમનું વ્રત તૂટી જાય છે અને તે નારાજ થઇ જાય છે તથા ઘીરે ધીરે છોડ સૂકાવા લાગે છે.


    તુલસી પૂજન કેવી રીતે કરવું


    ઘરમાં તુલસી હોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ તુલસી પૂજનથી ઘણો લાભ મળે છે. નિયમિત રૂપે તુલસીજીને જળ અર્પિત કરવામાં આવે છે પરંતુ ધાર્મિક ગ્રંથોમાં રવિવાર અને એકાદશીના દિવસે જળ અર્પણ કરવાની મનાઇ છે .
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Hindu dharm, Tulsi, Tulsi plant, Tulsi Vivaah

    विज्ञापन
    विज्ञापन