ધર્મ ભક્તિ ડેસ્ક: પુરુષોના ખિસ્સામાં પર્સ અને રૂમાલ હંમેશા રહે છે. અને આપણે સૌ ઈચ્છીએ કે આપણું પર્સ હમેશાં પૈસાથી ભરેલુ રહે અને ક્યારેય ખાલી ન થાય. પરંતુ વધતી જતી મોંઘવારીના કારણે લાંબો સમય સુધી પર્સમાં પૈસા ટકી શકતા નથી. ત્યારે જ્યોતિષોનું કહેવું છે કે પર્સમાં રૂપિયા રહેવા ત્યારે શક્ય રહે છે જ્યારે તમારી ઉપર દેવી લક્ષ્મીની કૃપા હોય. ત્યારે પર્સમાં આ બાબતોનું જો ખાસ ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય ધનની સમસ્યા રહેતી નથી...
પર્સમાં રાખશો આ વસ્તુઓ તો વધશે ધનની સમસ્યા
-જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂના કાગળ અને રદ્દીઓ પર રાહુનો પ્રભાવ હોય છે એટલા માટે એને પર્સમાં જમા કરીને રાખશો નહીં.
-ખાવા પીવાની ચીજો જેમ કે ચોકલેટ, ટોફી, પાન મસાલા પર્સમાં રાખશો નહીં.
-પર્સમાં દવાઓ, કેપ્સૂલ, ટેબલેટ રાખવી પણ ધન માટે અશુભ રહે છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર આ નકારાત્મક ઊર્જા વધારવાનું કામ કરે છે.
-પર્સ ફાટેલું ના હોવું જોઇએ ફાટેલું પર્સ આર્થિક નુકસાન કરનાર માનવામાં આવે છે. એટલા માટે પર્સ ફાટેલું હોય તો તરત બદલી નાંખો.
-પર્સનો સંબંધ ધન સાથે છે નઈ કે કાગળો સાથે. એટલા માટે તમારા પર્સમાં ધન રાખો. ઘણા બધા લોકો જૂની રસીદ, બિલ પણ પર્સમાં રાખે છે. જેતી રૂપિયા રહેવાનું ઓછું થઇ જાય છે.
-વોલેટમાં લોખંડની વસ્તુ જેમ કે ચાકૂ, બ્લેડ રાખશો નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તાંબા, ચાંદીની તીજો વોલેટમાં રાખવી લાભકારક હોય છે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર