Home /News /dharm-bhakti /'31 ડિસેમ્બરની ઉજવણી પ્રસંગે દારૂ ન પીતા, દારૂ પીવો એ આપણી સંસ્કૃતિ નથી'
'31 ડિસેમ્બરની ઉજવણી પ્રસંગે દારૂ ન પીતા, દારૂ પીવો એ આપણી સંસ્કૃતિ નથી'
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ
આપણા સારા સ્વાસ્થય માટે ડોકટરો પણ દારૂ નો નિષેધ કરે છે. આપણા પરીવારની બરબાદી ના ઈચ્છતા હોય તો દારૂ ન પીશો. દારૂ પીવાથી આર્થિક, શારીરીક અને પારીવારીક બરબાદી થાય છે.
તા. ૨૬ ડીસેમ્બર ઓકટોમ્બર ને બુધવારના રોજ ધનુર્માસમાં શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજીની પ્રેરણાથી સત્સંગ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી અને વચનામૃત ગ્રંથ ઉપર વિવેચન પણ કરવામાં આવ્યું.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ધનુર્માસમાં આપણો ધર્મ મોળો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધર્મ પાળવાથી જ ભગવાનની આપણા ઉપર પ્રસન્તા થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના ૧૬ મા વચનામૃતમાં કહે છે કે, કુસંગ થી દૂર રહેવું જોઈએ.
હવે, ૩૧ ડીસેમ્બર આવે છે. આજના યુવાનો તેમાં ધર્મ ચૂકી જાય છે, અને દારૂ પી ને તેની ઉજવણી કરે છે, આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. વર્ષ પૂરું થાય છે, અને નવું વર્ષનો પ્રારંભ થાય છે, તેની ઉજવણી કરવી હોય તો કરો, પણ તે ઉજવણી સાત્વિક હોવી જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. કે આવનારું નવું વર્ષ સૌનું સુખદાયી નીવડે. પરંતુ દારૂ પી ને નાચ ગાન કરવી એ આપણી સંસ્કૃતિ નથી, આ બધું આપણી સંસ્કૃતિથી વિરોધ છે.
દરેક ધર્મ દારૂ પીવાનો નિષેધ કરે છે.
કુરાનની ૯૦ મી આયતમાં કહયું છે કે, દારૂ ના પીશો, તે શેતાનનું પીણું છે. દારૂ - જુગાર એ નાપાક ચીજ છે.
બાઈબલમાં કહયું છે કે, જે લોકો દારૂ નહી, પીવો તો હું તમારામાં ઈશ્વરીય ગુણ ઉતારીશ.
ગુરુગ્રંથ સાહેબમાં લખ્યું છે કે, જે ભાંગ, દારૂ પીવે છે, તેના તમામ વ્રતો,તીથની યાત્રા નિષ્ફળ જાય છે.
ભગવાન બુધ્ધ કહે છે કે, સિંહ સામે આવે તો, કદાચ તમને મારી નાંખશે, બીજું કાંઈ વિશેષ નહી,પણ દારૂ પીશો, તો તમારું પતન થશે. માટે દારૂ કયારેય ન પીશો.
શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, દારૂ કયારેય ન પીવો, વ્યસનોથી દૂર રહેવો, જે દારૂ પીવે તે અમારો ભકત જ નથી.
આમ, દરેક ધર્મો અને ધર્મના પ્રવર્તકોએ દારૂ પીવાનો નિષેધ કર્યો છે, તેથી આપણે દારૂ થી હંમેશા દૂર રહેવું જોઈએ.
આપણા સારા સ્વાસ્થય માટે ડોકટરો પણ દારૂ નો નિષેધ કરે છે. આપણા પરીવારની બરબાદી ના ઈચ્છતા હોય તો દારૂ ન પીશો. દારૂ પીવાથી આર્થિક, શારીરીક અને પારીવારીક બરબાદી થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર