શું તમે જાણો છો કે શા માટે ઠાઠડીને મૃતદેહ સાથે નથી બાળવામાં આવતી?

વાંસના લાકડા વિશે માનવામાં આવે છે કે તેને ક્યારેય બાળવું ન જોઈએ, કારણ કે આમ કરવાથી પિતૃદોષ લાગે છે

વાંસના લાકડા વિશે માનવામાં આવે છે કે તેને ક્યારેય બાળવું ન જોઈએ, કારણ કે આમ કરવાથી પિતૃદોષ લાગે છે

 • Share this:
  ધર્મ ભક્તિ ડેસ્ક: શાસ્ત્રોમાં જન્મથી લઈ મૃત્યુ સુધીના 16 સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પંચતત્વમાંથી બનેલા શરીરના અંતિમ સંસ્કાર થાય છે ત્યારે તે ફરીથી તેમાં જ વિલિન થઈ જાય છે. અંતિમ સંસ્કાર ખાસ વિધિ વિધાનથી
  કરવામાંઆવે છે જેથી વ્યક્તિની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય. ઘરે વિધિ કર્યા પછી વાંસની બનેલી અર્થી પર સુવડાવી વ્યક્તિને સ્મશાન સુધી લઈ જવામાં આવે છે. મૃતદેહ સાથે ગયેલી દરેક વસ્તુને તેની સાથે અગ્નિમાં મુકી દેવામાં આવે છે,
  પરંતુ માત્ર ઠાઠડીને બાળવામાં નથી આવતી. આમ કરવા પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ જવાબદાર છે.

  મૃતદેહને લઈ જવા માટેની આ ઠાઠડી વાંસના લાકડામાંથી બનેલી હોય છે. વાંસના લાકડા વિશે માનવામાં આવે છે કે તેને ક્યારેય બાળવું ન જોઈએ, કારણ કે આમ કરવાથી પિતૃદોષ લાગે છે. તેથી જ વાંસની બનેલી નનામી કે ઠાઠડી પર
  મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં આવે છે પરંતુ તેને બાળવામાં નથી આવતી. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો વાંસમાં લેડ સહિતની ધાતુઓ હોય છે. તેને બાળવાથી લેડ ઓક્સાઈડ બને છે જેનાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે
  અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.
  Published by:Margi Pandya
  First published: