ઘરમાં જ્યોતિષ અને વાસ્તુ અનુસાર, છોડ લગાવવાથી કેટલીએ પ્રકારની પરેશાની દુર થઈ જાય છે. પરંતુ, જો ઘરમાં નકારાત્મકતા ફેલાવતા છોડ કે પ્લાંટ લગાવી રાખ્યા છે, તો સાવધાન થઈ જાઓ. નકારાત્મકતાથી તમારા જીવનમાં સંકટ ઉભા થઈ શકે છે. તો જોઈએ કયા એવા છોડ છે?
1. કાંટાવાળા છોડ - ઘરમાં ક્યારે પણ કાંટાવાળા છોડ ન લગાવો, જેમ કે કેક્ટસ, ગુલાબ, કંટકારી, બૈર વગેરે.
2. દૂધ વાળા છોડ - એવા છોડ ન લગાવવાથી પણ બચવું જોઈએ, જેમાંથી દૂધ જેવો સફેદ પદાર્થ નીકળતો હોય, જેમ કે આંકડો.
3. બોન્સાઈ છોડ - આજકાલ બોન્સાઈ છોડ લગાવવાનું ચલણ વધ્યું છે. બોન્સાઈ અર્થાત કોઈ પણ ઝાડનું નાનું રૂપ. તેને એક તકનીકથી મોટુ થતા રોકી દેવામાં આવે છે.
4. મુરઝાએલા છોડ - સુકાયેલા, તૂટેલા અથવા મુરઝાએલા છોડને પણ તમે પોતાના ઘરમાંથી બહાર નીકાળી દો.
5. નકલી છોડ - ઘરમાં પ્લાસ્ટિક અથવા અન્ય કોઈ પદાર્થથી બનેલા નકલી છોડ પણ ન લલાગો. આ એસ્થેટિક સેંસ હિસાબે અશુભ માનવામાં આવે છે. આ ધૂપ અથવા ગંધને પણ વધારે આકર્ષિત કરે છે.
6. બબૂલ - આ સિવાય બબૂલ, આંબલીના છોડ પણ છે, પરંતુ આ મોટા વૃક્ષ બની જાય છે. જેથી તેને ઘરમાં લગાવવાનો પ્રશ્ન જ નથી રહેતો. તો પણ કોઈ બોન્સાઈ કરી ઘરમાં લગાવવાનું વિચારી રહ્યા હોય તો ન લગાવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર