Home /News /dharm-bhakti /Nonveg in Dreams: શું સપનામાં નોનવેજ દેખાય છે? નોકરી - ધંધા સાથે જોડાયેલા છે આ સંકેત
Nonveg in Dreams: શું સપનામાં નોનવેજ દેખાય છે? નોકરી - ધંધા સાથે જોડાયેલા છે આ સંકેત
સપનામાં નોનવેજ દેખાવું
Astrology tips: સપનાના અલગ-અલગ અર્થ (Meaning of Dreams) હોય છે. જેથી સ્વપ્નમાં જોવા મળતી દરેક વસ્તુને અવગણવી ઠીક નથી. સ્વપ્નમાં જોવા મળતી દરેક વસ્તુનો કોઈ ચોક્કસ હેતુ હોઈ શકે છે.
સપના (Dreams) તો આપણે બધાં જ જોઈએ છીએ અને તેમાંથી ઘણા પૂર્ણ થાય તેવી કામના પણ કરીએ છીએ. પરંતુ તે ક્યારેક આપણને ચોંકાવી દે છે. જેથી કોઈ સપનાને લઈને ગંભીર હોય તો કોઈ તેને નજરઅંદાજ કરે છે. સપનાના અલગ-અલગ અર્થ (Meaning of Dreams) હોય છે. જેથી સ્વપ્નમાં જોવા મળતી દરેક વસ્તુને અવગણવી ઠીક નથી. સ્વપ્નમાં જોવા મળતી દરેક વસ્તુનો કોઈ ચોક્કસ હેતુ હોઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપનામાં માંસ કે નોનવેજ જોવું (Dream About Nonveg) સામાન્ય વાત નથી. તેના સારા અને ખરાબ બંને પરિણામો આવી શકે છે. તો ચાલો સપનામાં ચિકન અથવા માંસને જોવાનો અર્થ શું છે અને ક્યારે તે માણસનું બેડલક સાબિત થઈ શકે છે? તે અંગે જાણકારી મેળવીએ.
પ્રમોશન મળી શકે સ્વપ્નમાં માંસ દેખાય તો, તે નસીબ, ગુડલક, બેડલક, ખરાબ સમય અને સારા વ્યવસાય તરફ ઈશારો કરે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં રાંધેલું માંસ જોવાનો અર્થ એ છે કે, નોકરીમાં જલ્દી જ તમને પ્રમોશન મળવાનું છે. જો કે કાચું માંસ દેખાય તો ખૂબ જ અપશુકન માનવામાં આવે છે. સપનામાં કાચા માંસના દેખાવાનો અર્થ એ છે કે, તમારા જીવનમાં કંઈક ખૂબ જ ખરાબ થવાનું છે
બીજી તરફ સપનામાં વાસી માંસ ખાવાનો અર્થ એ છે કે કેટલીક ખરાબ યાદો વ્યક્તિને પરેશાન કરશે. એટલે કે, ભૂતકાળમાં જે પણ ખરાબ કાર્યો થયા હોય તેની સજા તમને મળી શકે છે. ઉપરાંત, જો તમે માંસ કપાતું હોવાનું જુઓ તો, તેનો અર્થ એ છે કે તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે મિલકત જેવી મૂલ્યવાન વસ્તુ શેર કરવા જઈ રહ્યા છો.
ઈચ્છાપૂર્તિના સંકેત અહીં નોંધનીય છે કે, ચિકન ખાવાનું સપનું એકદમ દુર્લભ છે. પક્ષીઓને સારા નસીબ અને શાંતિનું પ્રતીક ગણવામાં આવે છે. જેથી સપનામાં ચિકનને જોવું પણ સારું માનવામાં આવે છે. આ સપનું સંકેત આપે છે કે આવનારા સમયમાં તમારી કોઇ ઇચ્છા પૂર્ણ થવાની છે. તમારી આ ઈચ્છા લગ્ન, સંતાન, નોકરી, વ્યવસાય કે અન્ય કોઈ પણ વસ્તુની હોઈ શકે છે.
આ સાથે જ તમારી જૂની ઈચ્છા પૂરી થવાનો સમય આવી ગયો હોવાનું પણ તે દર્શાવે છે. ચિકન ખાવાનું સ્વપ્ન ગુડલક સાથે જોડી શકાય છે. સપનામાં ચિકનને જોવું એ કારકિર્દી અથવા આર્થિક મોરચે હરણફાળ સાથે સંકળાયેલું હોઈ શકે છે. આ સાથે જ પરિવાર સાથે ચિકન ખાવાનું સ્વપ્ન ધનલાભના સંકેત હોય શકે છે.
સપનામાં ચિકન રાંધતા જોવું પણ સારું માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે, આગામી સમયમાં તમને સરકારી પદ મળવાનું છે. બની શકે છે કે જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોવ તો તમારી પસંદગી થઈ જાય અથવા જો તમે પહેલાથી જ સરકારી નોકરીમાં છો તો તમને મોટા પદ પર બઢતી મળે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર