Home /News /dharm-bhakti /દિવાળીની સાફ-સફાઈ દરમિયાન આ ઝેરી જીવાત દેખાય તો ગભરાવવું નહિ, કૃપા વરસાવશે લક્ષ્મી

દિવાળીની સાફ-સફાઈ દરમિયાન આ ઝેરી જીવાત દેખાય તો ગભરાવવું નહિ, કૃપા વરસાવશે લક્ષ્મી

દિવાળી સાફ સાફઈ

Diwali Cleanliness: ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે અને નવરાત્રિ પછી દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં લોકો ઘરની સફાઈમાં લાગી જાય છે. આજે અમે એવા જ એક જીવ વિશે જણાવીશું, જો તે ઘરમાં સફાઈ કરતી વખતે જોવા મળે તો ગભરાશો નહીં, આ એક સારો સંકેત છે.

વધુ જુઓ ...
    આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બધા મોટા તહેવારો પડી રહ્યા છે. નવરાત્રી, છઠ પૂજા, શરદ પૂર્ણિમા, દિવાળી જેવા દરેક તહેવાર ઓક્ટોબરમાં આવી રહ્યા છે. જયારે હિન્દૂ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારો માંથી એક દિવાળી 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. જેની તૈયારી લોકોએ શરુ કરી દીધી છે. દિવાળીમાં લોકો ઘરની સાફ સફાઈ કરે છે અને સુંદર રીતે સજોવે છે. એવામાં સાફ સફાઈ દરમિયાન ઘરમાં અનેક પ્રકારનું વસ્તુઓ મળે છે, અનેક જીવાત પણ નીકળે છે, એવામાં અમે આજે તમને એક એવા જીવાત અંગે જણાવી રહ્યા છે જે તમને દિવાળીની સાફ સફાઈ દરમિયાન મળે તો ગભરાવવાની જરૂરત નથી એને શુભ સંકેત માનવામાં આવે છે. આઓ તમને જણાવીએ એ જીવાત અંગે.

    સામાન્ય રીતે વીંછીથી લોકો ખુબ ગભરાય છે, કારણ કે વીંછીમાં ખતરનાક ઝેર હોય છે અને કરડે તો ગંભીર સાબિત થઇ શકે છે, પરંતુ દિવાળીની સાફ-સફાઈ દરમિયાન જો ઘરમાં વીંછી મળે તો ગભરાવવાની જરૂરત નથી, આ એક શુભ સંકેત છે. ઘરમાં વીંછી મળવાનો મતલબ છે જલ્દી જ તમને ધન લાભ થવાનો છે.

    આ પણ વાંચો: દિવાળીના 15 દિવસ પહેલા આ ખાસ અવસર પર કરો માતા લક્ષ્મીની પૂજા

    જો ઘરમાં તમને વીંછી દેખાય તો એને નુકસાન પહોંચાડ્યા વગર હાથ જોડી સુરક્ષિત જગ્યાએ મૂકી દો. જો પીળા રંગનું વીંછી દેખાય તો એને શુભ માનવામાં આવે છે. એના દેખાયા પછી આવનારા સમયે તમને કારોબારમાં લાભ થઇ શકે છે. અને ઘરની આર્થિક તંગી દૂર થશે અને ધન પ્રાપ્તિ થશે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Diwali 2022, Scorpio

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन