Home /News /dharm-bhakti /2 હજાર વર્ષોમાં પણ નથી બન્યો દિવાળી પર આવો અતિ દુર્લભ સંયોગ, 5 રાજ યોગમાં થશે લક્ષ્મી પૂજા
2 હજાર વર્ષોમાં પણ નથી બન્યો દિવાળી પર આવો અતિ દુર્લભ સંયોગ, 5 રાજ યોગમાં થશે લક્ષ્મી પૂજા
શુક્રવારે મા વૈભવ લક્ષ્મીનું વ્રત
Diwali 2022: આ વખતે દિવાળીનો પર્વ 24 ઓક્ટોબર, સોમવારે ઉજવાશે. આ દિવસે એક નહીં પરંતુ અનેક શુભ યોગ બની રહ્યાં છે. જેના કારણે આ પર્વનું મહત્વ વધી ગયું છે. ગ્રહોની શુભ સ્થિતિના પગલે આ પર્વ સુખ-સમૃદ્ધિ આપનાર રહેશે.
Deepawali Shubh Muhurta : ધાર્મિક ગ્રંથો અનુસાર, દિવાળીનો તહેવાર કારતક અમાવસ્યાના રોજ ઉજવવામાં આવશે. આ વખતે આ તહેવાર 24 ઓક્ટોબર, સોમવારે ઉજવવામાં આવશે. જ્યોતિષના મતે આ વખતે દિવાળી પર ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે.
છેલ્લા 2 હજાર વર્ષમાં આવો સંયોગ બન્યો નથી. ગ્રહોના શુભ યોગને કારણે આ વખતે દિવાળીનું મહત્વ વધુ વધી ગયું છે. આ શુભ યોગોના કારણે પ્રોપર્ટી અને અન્ય બિઝનેસ સેક્ટરમાં તેજીની શક્યતાઓ છે. જાણો દિવાળી પર બનવા જઇ રહેલા યોગ વિશે વધુ...
આ વખતે દિવાળી પર 1-2 નહીં પરંતુ 4 ગ્રહો પોતાની રાશિમાં રહેશે. બુધ ગ્રહ કન્યા રાશિમાં, શુક્ર તુલા રાશિમાં, શુક્ર મકર રાશિમાં અને ગુરુ મીન રાશિમાં રહેશે. આ રીતે, તે એક દુર્લભ સંયોગ છે કે એક જ સમયે ચાર ગ્રહો પોતપોતાની રાશિમાં હોય છે. છેલ્લા 2000 વર્ષમાં ગ્રહોની આવી સ્થિતિ હજુ સુધી બની નથી. જેના કારણે આ વખતે દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ બન્યો છે.
આવો રહેશે ચતુર્ગ્રહી યોગનો પ્રભાવ
બુધ આ સમયે કન્યા રાશિમાં રહેશે અને તેની આગામી રાશિ એટલે કે તુલામાં સૂર્ય-શુક્ર યુતિ બનશે. જે આર્થિક ઉન્નતિના યોગ બનાવશે. શુક્ર અને બુધ પોતાપોતાની રાશિમાં હોવાથી બિઝનેસમાં સુધાર આવવાની આશા છે.
સાથે જ દેશની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. ગુરુ અને બુધ આમને સામને હોવાથી આર્થિક મંદી દૂર થશે. દૂરસંચારના સેક્ટરમાં મજબૂતી જોવા મળશે. ગુરુ પર શનિની દ્રષ્ટિ રહેશે. જેના કારણે ચાંદીની કિંમતોમાં ઉછાળો આવશે.
5 રાજ યોગમાં થશે લક્ષ્મી પૂજા
આ વખતે લક્ષ્મી પૂજા 24 ઓક્ટોબરની સાંજે 6 વાગ્યા પછી થશે. આ સમય માલવ્ય, શશ, ગજકેસરી, હર્ષ અને વિમલ નામના રાજયોગ બની રહ્યાં છે. આ પાંચ શુભ યોગોમાં ઘણા લક્ષ્મી પૂજા માટે ખૂબ જ શુભ છે. આ દરમિયાન લેણ-દેણ અને રોકાણ કરવું પણ શુભ માનવામાં આવે છે. તેનો પ્રભાવ આખુ વર્ષ જોવા મળશે. લક્ષ્મી પૂજા દરમિયાન ચિત્રા નક્ષત્ર રહેશે, જેના સ્વામી મંગળ છે. મંગળના કારણે પ્રોપર્ટી અને ઇલેક્ટ્રોનિક બિઝનેસમાં તેજી આવવાના યોગ બની રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર