Home /News /dharm-bhakti /Dhanteras 2022: 27 વર્ષ પછી બે દિવસ ઉજવવામાં આવશે ધનતેરસ, આ વસ્તુઓ ખરીદવું શુભ
Dhanteras 2022: 27 વર્ષ પછી બે દિવસ ઉજવવામાં આવશે ધનતેરસ, આ વસ્તુઓ ખરીદવું શુભ
27 વર્ષ પછી બે દિવસ ઉજવવામાં આવશે ધનતેરસ
Dhanteras 2022: આ વર્ષે 27 વર્ષ પછી બે દિવસ ધનતેરસ ઉજવવામાં આવશે, ત્યારે દિવાળી અને કાળી ચૌદસના દિવસે બપોરે 2.30 વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર અને ત્યારબાદ ચિત્રા નક્ષત્ર રહેશે. ચંદ્ર અને બુધ બંને ચિત્રા નક્ષત્રમાં રહેશે. ચંદ્ર પર ગુરૂની દૃષ્ટિ હોવાથી શણગારની વસ્તુઓની ખરીદી થશે.
ધનતેરસનો પર્વ આ વર્ષે 27 વર્ષ પછી બે દિવસ 22 અને 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. એની સાથે જ ધનતેરસ પર ધનનો કારક ગુરુ અને સ્થાયિત્વનો કારક શનિ પોતે રાશિ મી તેમજ મકરમાં ગોચર થઇ રહ્યો છે.
આ પહેલા ધનતેરસ પર આ યોગ 178 વર્ષ પહેલા 8 નવેમ્બર, 1844એ બન્યો હતો, મુહૂર્તમાં પ્રોપર્ટીમાં રોકાણ સાથે વાહન, જવેલરી વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘરેલુ તેમજ ઓફિસ ઉપયોગમાં જરૂરી વસ્તુ પણ ખરીદવું શુભ માનવામાં આવે છે.
આજે આશ્લેષા નક્ષત્ર
જ્યોતિષ ગણના અનુસાર, આશ્લેષા નક્ષત્રમાં શુભ યોગમાં ખરીદેલી વસ્તુ મંગલકારી હોય છે. ગુરુવાર અને શુક્રવારે પ્રોપર્ટીમાં રોકાણ અથવા કોઈ પણ પ્રકારની ખરીદી કરવી શુભ રહેશે. વાહનની પણ ખરીદી કરી શકાય છે.
શુભ યોગમાં ખરીદી 13 ગણી વધુ વૃદ્ધિ આપે છે
આ વખતે પાંચ દિવસનો તહેવાર છ દિવસનો બની ગયો છે. જ્યોતિષ જણાવે છે કે, શુભ યોગમાં ખરીદી કરવાથી 13 ઘણી વૃદ્ધિ થાય છે. ભારતીય જ્યોતિષ વિજ્ઞાન પરિષદના પ્રકરણ અધ્યક્ષ જ્યોતિષાચાર્ય આચાર્ય મનીષ સ્વામીએ અમર ઉજાલાને જણાવ્યું હતું કે, 20 થી 24 ઓક્ટોબર વચ્ચે રચાઈ રહેલા યોગમાં સોનું, જમીન અને મકાન ખરીદવા પર સમૃદ્ધિ આવશે. આ નક્ષત્ર જીવનમાં સ્થિરતા-અમરતા લાવે છે.
રમા એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. શુક્રવારના સંયોગને કારણે મિલકત કે અન્ય ધાતુઓની ખરીદી શુભ રહેશે. આ દિવસે ઈલેક્ટ્રોનિક્સ સામાનની ખરીદીના પણ શુભ યોગ બની રહ્યા છે.
22 ઓક્ટોબરે ત્રિપુષ્કર યોગનો સંયોગ
ત્રિપુષ્કર અને બ્રહ્મા નામના શુભ યોગ બની રહ્યા છે. તેમાં કંઈપણ ખરીદી શકાય છે. ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, વાહન, વાસણોની ખરીદી શુભ રહેશે.
ધનતેરસ પ્રદોષ વ્યાપિની તેરસ સાથે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના કારણે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત યોગ રહેશે. અમૃત ચંદ્ર અને ગુરુ સામસામે રહેશે. ધનતેરસના દિવસે સોનાના આભૂષણો, ચાંદી, હીરા, વાહન, વાસણો, મકાન, જમીન, કપડાં સહિત તમામ વસ્તુઓની ખરીદી શુભ રહેશે.
24મી ઓક્ટોબરે દિવાળીનો તહેવાર
દિવાળી અને કાળી ચૌદસના દિવસે બપોરે 2.30 વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર રહેશે અને ત્યારબાદ ચિત્રા નક્ષત્ર રહેશે. ચંદ્ર અને બુધ બંને ચિત્રા નક્ષત્રમાં રહેશે. ચંદ્ર પર ગુરૂની દૃષ્ટિ હોવાથી શણગારની વસ્તુઓની ખરીદી થશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર