આજનું પંચાંગ (Aaj Nu Panchang) 4 November : આજે 4 નવેમ્બરે દિવાળી એટલે કે અમાસ છે. આવતીકાલથી કારતક માસ શરુ થશે. કારતક માસને પુરાણોમાં સર્વશ્રેષ્ઠ (Best Month) મહિનો કહેવાય છે. આ મહિનામાં રાધા-દામોદર પૂજન, શાલિગ્રામ પૂજન, વિષ્ણુ પૂજા અને તુલસી પૂજા (Tulsi puja)નું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે, આ મહિને સૂર્ય અને ચંદ્રના પૃથ્વી પર પડતા કિરણો મનુષ્યના મન અને મસ્તિષ્કને સ્વસ્થ રાખે છે. આ મહિને માણસ પોતાના બધા જ પાપોને નાશ કરીને બધા જ સંકટોને દૂર કરી શકે છે.
આજે ગુરુવાર પણ છે અને આજના ખાસ દિવાળીના તહેવારે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ તથા ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. ગુરુવારના દિવસે મુખ્યત્વે બૃહસ્પતિદેવની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ત્યારે પંચાંગની મદદથી આજના શુભ-અશુભ મહુર્ત અને ગ્રહોની ચાલ અંગે જાણકારી મેળવીશું.