Diwali 2021: દિવાળી પર આ ડેકોરેશન આઈડિયાઝથી મંદિર ડેકોરેટ કરો, તમારા પર વરસશે માતા લક્ષ્મીની કૃપા
Diwali 2021: દિવાળી પર આ ડેકોરેશન આઈડિયાઝથી મંદિર ડેકોરેટ કરો, તમારા પર વરસશે માતા લક્ષ્મીની કૃપા
દિવાળીમાં આ રીતે ડેકોરેટ કરો તમારુ ઘર અને મંદિર થશે મોટો ફાયદો.
Diwali 2021 Decoration DIY Ideas: દિવાળી (Diwali)ની સફાઈ બાદ ઘરના મંદિર (Temple)નું ડેકોરેશન કરવું તે ખૂબ જ મહત્વનું કામ હોય છે. દિવાળીના દિવસે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે, ઉપરાંત કેટલાક રીતરિવાજ પણ નિભાવવામાં આવે છે.
Diwali 2021 Decoration DIY Ideas: દિવાળી (Diwali)ની સફાઈ બાદ ઘરના મંદિર (Temple)નું ડેકોરેશન કરવું તે ખૂબ જ મહત્વનું કામ હોય છે. દિવાળીના દિવસે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે, ઉપરાંત કેટલાક રીતરિવાજ પણ નિભાવવામાં આવે છે. દિવાળીના દિવસે મહેમાન ઘરે આવે તો, તેમની સૌથી પહેલી નજર મંદિર પર જાય છે. જો તમે મંદિરને અલગ રીતે ડેકોરેટ કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં કેટલાક (DIY) ડેકોરેશન આઈડિયા આપવામાં આવ્યા છે. આ આઈડિયાઝની મદદથી તમે ખૂબ જ સુંદર રીતે મંદિર ડેકોરેટ કરી શકો છો, જેનાથી તમારુ મંદિર ખૂબ જ ભવ્ય દેખાશે.માનવામાં આવે છે કે, આ શુભ અવસરે મંદિરને વિશેષરૂપે સજાવવામાં આવે તો, માતા લક્ષ્મી (Goddess Lakshmi) ના શુભ આશિષ પ્રાપ્ત થાય છે.
કેવી રીતે કરશો મંદિરને ડેકોરેટ
લાલ પીળી ચુંદડીથી મંદિરને સજાવો
દેવીને લાલ અને પીળી ચુંદડી ખૂબ જ પસંદ હોય છે. મંદિરને સજાવવા માટે લાલ પીળી ચુંદડીનો ઉપયોગ કરો, તેનાથી તમારુ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર લાગશે. તે માટે તમે સાડી અથવા દુપટ્ટાનો ઉપયોગ કરી શકો છો. ચુંદડીને દીવાલ પર લગાવીને અલગ અલગ આકાર આપીને ડેકોરેટ કરો.
ફૂલોનો ઉપયોગ કરો
પૂજાના અવસરે ફૂલોનો ઉપયોગ કરવાથી મંદિર ખૂબ જ અલગ લાગે છે. મંદિરને ડેકોરેટ કરવા માટે ફૂલનો ઉપયોગ કરો. તમે મંદિરના ઉંબરા પર અને દીવાલ પર ફૂલોની હારમાળા લગાવી શકો છો. પૂજાના રૂમમાં ફૂલની રંગોળી કરી શકો છો.
દિવાળી પર તમે પેપર ક્રાફ્ટની મદદથી મંદિરને ડેકોરેટ કરી શકો છો. તમે રંગીન હારમાળાઓ, હેન્ગિન્ગ લેમ્પ બનાવી શકો છો. તે માટે તમે બાળકોને પણ ડેકોરેશનમાં શામેલ કરી શકો છો.
લક્ષ્મી ચરણ બનાવો
મંદિર પાસે લક્ષ્મીના ચરણ બનાવો અને સાથિયો કરો. તેમાં દીવો પ્રગટાવીને મુકો. માતા લક્ષ્મીના ચરણ મંદિર પાસે બનાવવાની તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તમે ઈચ્છો તો તે રંગોળીની જેમ પણ બનાવી શકો છો અને સ્ટીકરનો પણ ઉપયોગ કરી શકો છો.
જો તમારા ઘરમાં જૂના માટલા પડ્યા છે, તો તેને સાચવીને રાખો અને ડેકોરેટ કરો. તમે તેને કલરથી રંગીને ચમકતી પોલિથિન વગેરેથી સજાવી શકો છો. જેનાથી તમારા મંદિરની સુંદરતામાં વધારો થશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર