Dhanteras 2020: આજે માતા લક્ષ્મીની કૃપા મેળવવા શુભ મુહૂર્તમાં કરો જાણી લો પૂજનની ચોક્કસ વિધી

Dhanteras 2020: આજે માતા લક્ષ્મીની કૃપા મેળવવા શુભ મુહૂર્તમાં કરો જાણી લો પૂજનની ચોક્કસ વિધી
આ રીતે કરો માતાનું પૂજન

પૂજા કરતી વખતે હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટલક્ષ્મી મમગૃહે ધનં પુરય પુરય નમઃ મંત્રનો જાપ કરવો. પછી ધન્વંતરિ સ્ત્રોતનો પાઠ કરવો અને ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવી.

  • Share this:
    ધર્મ ડેસ્ક: આજે આસો મહિનાની વદ પક્ષની તેરસ એટલે કે ધનતેરસ (Dhanteras)છે. ખાસ વાત એ છે કે આજે ધન તેરસ સાંજે છ વાગ્યા સુધી છે. તેથી તેનાં પૂજન અને મુહૂર્ત અંગે જાણી લઇએ. આજે ધનના દેવતા એવા કુબેર, મા લક્ષ્મી, ધન્વંતરિ અને યમરાજની પૂજા કરવામાં આવે છે. ચાલો ત્યારે ધન તેરસની પૂજન માટે શું શું જરૂરી છે તે અને કયા મુહૂર્તમાં પૂજા કરવી એ અંગે કરી લઇએ એક નજર

    ધનતેરસ પૂજન માટે શુભ મુહૂર્ત


    આજની પૂજાનું મુહૂર્ત સાંજે 5.28થી 5.59 કલાકનું છે. પરંતુ ધનતેરસની (Dhanteras) શરૂઆત શુક્રવારના સૂર્યોદયથી જ ગણવી રહી. ત્યાંથી સાંજના 5.59સુધી પુજાનું મુહુર્ત ગણી શકાય. આમ તો સૂર્યાસ્ત પછી જ પૂજાની પરંપરા હોય છે પણ આ વખતે સાંજે 5.55 સુધી જ ધનતેરસ હોવાથી સુર્યાસ્ત પહેલાં જ ધનતેરસની પૂજા કરી લેવી

    પ્રાતઃ 7 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી
    બપોરે 12.30 વાગ્યાથી બપોરના 1.40 વાગ્યા સુધી
    સાંજના 4.45 વાગ્યાથી સાંજના 5.55 મિનિટ સુધી

    લક્ષ્મીપૂજનની સામગ્રી- પૂજા માટે કઇ કઇ સામગ્રીની જરૂર પડશે તેનાં પર કરીએ નજર, કંકુ, નાગરવેલનું પાન, ગંગાજળ, સોપારી, ચંદન, ઘી, ચોખા, ઈલાયચી, ફૂલો, માતા લક્ષ્મી માટે કમળનું ફૂલ અને ગુલાબનું ફૂલ અને ફૂલોની માળાની જરૂર પડશે. માતાજીને ભોગ ધરાવવા માટે ફળો, સૂકા મેવા, મિષ્ટાન્ન, અત્તર, પતાશાની જરૂર પડશે. કપૂર, ધૂપ, દીપ, તેલ અથવા ઘીથી ભરેલા દીવા માતાજી માટે કરવો. આ ઉપરાંત શ્રીફળ, ધરો, બાજઠ, કળશ, લાલ કપડું, મા લક્ષ્મી અને ગણપતિજીની મૂર્તિ અથવા ફોટો મુકવો. ઉપરાં. માતાજી આગળ ચાંદીનો સિક્કો, સોનાની ચીજ વસ્તુ અને થોડી રોકડ મુકવી..

    લક્ષ્મીપૂજન વિધિ- આજે શુભ મુહૂર્તનાં સમયે ઉત્તર દિશામાં માતા લક્ષ્મી, કુબેર અને ધન્વંતરિ ભગવાન સ્થાપના કરી પુજા કરવી. પૂજા સમયે ઘીનો દીવો પ્રગટાવવો. કુબેરને સફેદ મિઠાઈ અને ભગવાન ધન્વંતરિને પીળી મીઠાઈ અર્પણ કરવી. પૂજા કરતી વખતે હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટલક્ષ્મી મમગૃહે ધનં પુરય પુરય નમઃ મંત્રનો જાપ કરવો. પછી ધન્વંતરિ સ્ત્રોતનો પાઠ કરવો અને ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવી. પછી માટીના કોડિયામાં દીવો પ્રગટાવી મા લક્ષ્મી અને ગણેશને ભોગ ચઢાવવો, ફૂલ અર્પણ કરવાં.

    આજના દિવસે ધન્વંતરિ દેવની પૂજા ષોડ્શોપચાર પૂજાના વિધાનથી કરવામાં આવે છે. આ પૂજા સોળ ક્રિયાઓથી સંપન્ન કરવામાં આવે છે. સૌપ્રથમ તો સ્નાન કરી તમારા શરીરને શુદ્ધ કરવું. પૂજા દરમિયાન પુરુષોએ પીળું પીતાંબર પહેરવું અને સ્ત્રીઓએ લાલ સાડી પહેરવી. શરીરે સુગંધિત પદાર્થ લગાવવો. ભગવાન સામે આસન પાથરવું, આસન ઉપર પદ્માસન લગાવીને બેસવું, તાંબાની તાસકમાં ભગવાનને બેસાડી ગંગાજળમાં અત્તર રેડી સુગંધિત પાણીથી તેમને સ્નાન કરાવવું.

    ભગવાનને આભૂષણોથી સજાવવા અને તે પછી કેસર અને ચંદનથી તિલક કરવું. ત્યારબાદ તેમને સ્વચ્છ આસન પર બેસાડી ફૂલો ચઢાવવાં, દીવો પ્રગટાવવો અને ગૂગળનો ધૂપ કરવો, તે પછી ભગવાનને દૂધ અર્પણ કરવું. લક્ષ્મીજી અને ધન્વંતરિ દેવની આરતી સાથે મંદીરનાં તમામ પ્રભુની આરતી ઉતારવી. પછી આરતી લઈને ચારે દિશામાં ગોળ ફરીને બધાં દેવી-દેવતાને અર્પણ કરવી.
    Published by:Margi Pandya
    First published:November 13, 2020, 10:10 am