દ્વારકા જગત મંદિરે થશે દિપોત્સવની ઉજવણી, રોશનીથી જળહળશે ‘દ્વારકાધીશનું ધામ’

દ્વારકાધીશના મંદિરે થશે દિપોત્સવનું ભવ્ય આયોજન

વિશ્વ વિખ્યાત દ્વારકાધીશના જગત મંદિર (Jagat Mandir of Dwarkadhish)ખાતે દિપોત્સવ ઉત્સવની ઉજવણી(Celebration of Dipotsav festival)ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 

 • Share this:
  મુકુંદ મોકરિયા/દેવભૂમી દ્વારકા: દિવાળી (Diwali 2021)ની તૈયારીઓ સમગ્ર ગુજરાતના મંદિરોમાં જોવા મળી રહી છે, ત્યારે વિશ્વ વિખ્યાત દ્વારકાધીશના જગત મંદિર (Jagat Mandir of Dwarkadhish)ખાતે દિપોત્સવ ઉત્સવની ઉજવણી(Celebration of Dipotsav festival)ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.  જગત મંદિર દ્વારકા ખાતે દિવાળીના તહેવાર(Diwali festival)ની ઉજવણીની તૈયારીઓ જોવા મળી રહી છે. દિપોત્સવ પર્વ પર દ્વારકા(Dwarka) ના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના (Dwarkadhish) નિત્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  કોવિડ ગાઈડ લાઈન મુજબ ભક્તો કરી શકશે દર્શન 

  દિવાળીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે કોવિડ ગાઈડ લાઈન મુજબ દીપોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. દિવાળીના તહેવારો દરમિયાન તારીખ 2 નવેમ્બર થી 6 નવેમ્બર સુધી દ્વારકાધીશ મંદિર ખાતે ઉજવણી થવાની હોવાથી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી ઉત્સવ દરમિયાન દર્શન કરવા આવી રહેલા ભાવિ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે.

  આ પણ વાંચો: Dhanteras 2021: સોના-ચાંદી જ નહિં, ધનતેરસના દિવસે આ 4 ધાતુઓની ખરીદી કરવી પણ શુભ

  જગત મંદિર દ્વારકામાં દર્શન માટે નીચે પ્રમાણે સમયમાં ફેરફાર 

  તારીખ 2 નવેમ્બર વાઘબરસ ના દિવસે  શ્રીજીના દર્શન રહેશે નિત્યક્રમ મુજબ...

  તારીખ 3 નવેમ્બર ધનતેરસ ના દિવસે  શ્રીજીના દર્શન રહેશે નિત્યક્રમ મુજબ...

  તારીખ 4 નવેમ્બર  દીપાવલી ના દિવસે  શ્રીજીના દર્શન રહેશે નિત્યક્રમ મુજબ અનોસર બંધ 1 વાગ્યે , ત્યાર બાદ ઉત્થાન દર્શન 5 વાગ્યે ,8 વાગ્યે હાટડીના દર્શન બાદ રાત્રે 9:45 એ અનોસર બંધ.

  તારીખ 5 નવેમ્બર નૂતન વર્ષ ના દિવસે  સવારે 6 વાગ્યે મંગલા આરતી બાદ શ્રીજીના દર્શન રહેશે નિત્યક્રમ મુજબ બાદ બપોરે 1 વાગ્યે અનુસાર બંધ, બાદ 5 થી 7 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન બાદ રાત્રે 9:45 વાગ્યે અનોસર બંધ.

  તારીખ 6 નવેમ્બર ભાઈ બીજના દિવસે સવારે 7 વાગ્યે મંગલા આરતી બાદ  શ્રીજીના દર્શન રહેશે નિત્યક્રમ મુજબ રહેશે.

  આ પણ વાંચો: પૈસા અને સફળતા બાબતે આ 4 રાશિના લોકો હોય છે ખૂબ ભાગ્યશાળી, ઝડપથી મેળવે છે સિદ્ધિ

  મંદિર પરીસરમાં યોજાશે દિપોત્સવ મહોત્સવ 

  કોરોનાના કહેર બાદ લાંબા સમય બાદ જન જીવન ફરી એકવાર યથાવત થઈ રહ્યું છે.  ત્યારે હવે નવરાત્રી બાદ દિવાળીના તહેવારની ચારેબાજુ ધૂમ જોવા મળી રહી છે. ત્યારે જગત મંદિર દ્વારકા ખાતે પણ દિવાળીના તહેવારની ઉજવણીની તૈયારીઓ જોવા મળી રહી છે. દિપોત્સવ પર્વ પર દ્વારકા ના જગત મંદિર માં ભગવાન દ્વારકાધીશના નિત્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં દિપોત્સવ મહોત્સવના આયોજનને લઈને મંદિરને શણગારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મંદિરની ચારે બાજુઓએથી અવનવી રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે.
  Published by:kuldipsinh barot
  First published: