Home /News /dharm-bhakti /

Rudraksha: આ પ્રકારનો રૂદ્રાક્ષ પહેરવાથી મા લક્ષ્મી થાય છે પ્રસન્ન, મળે છે અપાર ધન-સંપત્તિ

Rudraksha: આ પ્રકારનો રૂદ્રાક્ષ પહેરવાથી મા લક્ષ્મી થાય છે પ્રસન્ન, મળે છે અપાર ધન-સંપત્તિ

શિવ મહાપુરાણમાં એક મુખી રૂદ્રાક્ષથી લઈને 38 મુખી રૂદ્રાક્ષનો ઉલ્લેખ છે. (Image- shutterstock)

Rudraksha Significance: રૂદ્રાક્ષ ધારણ કરતા જ વ્યક્તિ સકારાત્મકતાથી ભરાઈ જાય છે. તેને અનેક પ્રકારની સમસ્યાઓ, ભય વગેરેમાંથી મુક્તિ મળે છે. ભગવાન શિવની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.

    Rudraksha Significance: ભગવાન શિવના આંસુઓથી ઉત્પન્ન થયેલ રૂદ્રાક્ષ ખૂબ જ શુભ હોય છે. તેને ધારણ કરતા જ વ્યક્તિ સકારાત્મકતાથી ભરાઈ જાય છે. તેને અનેક પ્રકારની સમસ્યાઓ, ભય વગેરેમાંથી મુક્તિ મળે છે. મન પ્રસન્ન રહે છે. ભગવાન શિવની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. શિવ મહાપુરાણમાં એક મુખી રૂદ્રાક્ષથી લઈને 38 મુખી રૂદ્રાક્ષનો ઉલ્લેખ છે, સાથે જ આ બધાના પ્રભાવ અંગે પણ જણાવવામાં આવ્યું છે. આમાંથી કેટલાક રૂદ્રાક્ષ ખૂબ જ પ્રભાવશાળી છે.

    રૂદ્રાક્ષ અને તેનાથી થતા ફાયદા

    એક મુખી રુદ્રાક્ષઃ એક મુખી રૂદ્રાક્ષ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. તે આધ્યાત્મિક પ્રગતિ અને એકાગ્રતા મેળવવા માટે પહેરવામાં આવે છે. સામાન્ય રીતે આધ્યાત્મિક ગુરુ તેને ધારણ કરે છે. આ ઉપરાંત, તે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ અસરકારક સાબિત થાય છે. આ રૂદ્રાક્ષ આત્મવિશ્વાસ અને મનોબળ વધારે છે. જે લોકોનો સૂર્ય નબળો હોય, તેમને આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી ચમત્કારિક ફળ મળે છે. સાથે જ તે આંખથી જોડાયેલી બીમારીઓ,  માથાનો દુખાવો, પેટ, હાડકા અને બ્લડપ્રેશર સંબંધિત રોગોમાં પણ રાહત આપે છે.

    આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર જાણો ‘રૂદ્રાભિષેક’ એટલે શું? તેનું મહત્વ અને પ્રકાર

    બે મુખી રુદ્રાક્ષઃ બે મુખી રૂદ્રાક્ષને શિવ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. જો ચંદ્ર નબળો હોય તો આ રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જેના કારણે વ્યક્તિ માનસિક રીતે મજબૂત બને છે અને યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ બને છે. આ ઉપરાંત, તે પતિ-પત્નીના સંબંધોને પણ સુધારે છે.

    ચાર મુખી રુદ્રાક્ષઃ ચાર મુખી રૂદ્રાક્ષને બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ચતુર્વર્ગ ફળ આપનાર માનવામાં આવે છે. એટલે કે તેને ધારણ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધાની પ્રાપ્તિ થાય છે. આ રૂદ્રાક્ષ વ્યક્તિના જ્ઞાન, બુદ્ધિ, ધન અને વૈભવમાં વધારો કરે છે. તેમજ વ્યક્તિ હંમેશા નિરોગી રહે છે. આ રૂદ્રાક્ષનો સંબંધ બુધ ગ્રહ સાથે હોવાથી તે વ્યક્તિને બુદ્ધિશાળી અને સંવાદ કળામાં કુશળ પણ બનાવે છે.

    આ પણ વાંચો: ‘રૂદ્રાક્ષ’ પહેરતા પહેલા જાણી લો આ નિયમો, નહીંતર મળી શકે છે અવળા પરિણામ

    સાત મુખી રુદ્રાક્ષઃ સાત મુખી રૂદ્રાક્ષનો સ્વામી શુક્ર ગ્રહ છે. આ રૂદ્રાક્ષ ધારણ કરનાર પર મા લક્ષ્મી અપાર કૃપા વરસાવે છે. તેમજ આ રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ કલામાં નિપુણ બને છે અને સૌંદર્ય, સુખ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. આ રૂદ્રાક્ષ વેપારીઓ, નોકરીયાત, વક્તા અને લેખકોને મહત્તમ લાભ આપે છે.

    ધ્યાન રાખો કે રૂદ્રાક્ષને તેના પ્રકાર પ્રમાણે વિધિ-વિધાનથી જ ધારણ કરો, તો જ તેનું સંપૂર્ણ ફળ મળે છે. રૂદ્રાક્ષ ધારણ કરવા માટે મહાશિવરાત્રિ શ્રેષ્ઠ દિવસ છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, Lord shiva, Mahashivratri, ધર્મભક્તિ

    આગામી સમાચાર