Home /News /dharm-bhakti /

Mahashivratri 2022: શિવરાત્રિ અને મહાશિવરાત્રિમાં શું અંતર છે? જાણો

Mahashivratri 2022: શિવરાત્રિ અને મહાશિવરાત્રિમાં શું અંતર છે? જાણો

ઘણા લોકો હજુ પણ નથી જાણતા કે શિવરાત્રિ અને મહાશિવરાત્રિ વચ્ચે શું તફાવત છે.

Mahashivratri 2022: મહાશિવરાત્રિ (Mahashivratri) હિંદુઓ માટે એક મોટું પર્વ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે.

    Mahashivratri 2022: આમ તો ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા કરવા માટે દરેક દિવસ શુભ હોય છે. જો કોઈ સંપૂર્ણ શ્રદ્ધાથી ભોલેનાથની પૂજા-ઉપાસના કરે, તો તે પોતાના ભક્તો ઉપર જલ્દી પ્રસન્ન થાય છે, પરંતુ શ્રાવણ સોમવાર, શિવરાત્રિ અને મહાશિવરાત્રિ (Mahashivratri)નું તેમાં વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા (Puja) કરાથી તે ઘણા પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર મહાશિવરાત્રિ હિંદુઓ માટે એક મોટું પર્વ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે. આ દિવસે શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. ભક્તો તેમના આરાધ્ય દેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. ચાલો જાણીએ શિવરાત્રિ અને મહા શિવરાત્રિમાં શું તફાવત છે?

    શિવરાત્રિ અને મહાશિવરાત્રિમાં અંતર

    શિવરાત્રિ અને મહાશિવરાત્રિ અલગ-અલગ માસ અને દિવસે આવે છે. ઘણા લોકો હજુ પણ નથી જાણતા કે શિવરાત્રિ અને મહાશિવરાત્રિ વચ્ચે શું તફાવત છે.

    આ પણ વાંચો: મહાશિવરાત્રિ વિશેષ- કઈ રીતે બન્યું ભગવાન શિવનું ધનુષ? જાણો તેનું નામ

    શિવરાત્રિ

    શિવરાત્રિ દર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે આવે છે અને મહાશિવરાત્રિનો તહેવાર મહા વદ ચૌદશના ઉજવવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં 12 શિવરાત્રિના પર્વ આવે છે.

    મહાશિવરાત્રિ

    જેમ કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિ મહા વદ ચૌદશના આવે છે અને તે વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. ભગવાન ભોલેનાથના ભક્તો આ દિવસને શ્રદ્ધાભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. આ દિવસે ભક્તો શિવ મંદિરમાં દીપસ્તંભ લગાવે છે.

    આ પણ વાંચો: શિવજીને પ્રિય બીલીપત્ર તોડવાના અને તેમને અર્પણ કરવાના નિયમો શું છે?

    મહાશિવરાત્રિનો તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ નિમિતે ઉજવવામાં આવે છે. એટલા માટે શિવભક્તો આ દિવસને ખૂબ જ ખાસ માને છે. આ દિવસે તમે શહેરમાં ઘણી જગ્યાએ શિવ ભક્તોને શિવ શોભાયાત્રા કાઢતા જોયા હશે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં આ દિવસ સાથે સંબંધિત ઘણી પ્રાચીન કથાઓ છે, જે સમજાવે છે કે મહાશિવરાત્રિનો દિવસ આટલો ખાસ કેમ છે.

    દંતકથા અનુસાર

    એક દંતકથા અનુસાર જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ, ત્યારે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે તેમની શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો. જ્યારે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે એક વિશાળ અગ્નિસ્તંભ જેમાં કરોડો સૂર્યની ચમક સમાયેલી હતી તે પ્રગટ થયો. આ જોઈને બંને સ્તબ્ધ અને ચકિત થઈ ગયા. આ અગ્નિ સ્તંભમાંથી ભોલેનાથે પહેલીવાર શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા હતા. એટલે જ તે મહાશિવરાત્રિ કહેવાય છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन