Home /News /dharm-bhakti /

Numerology: અંક જ્યોતિષમાં મૂળાંક અને ભાગ્યાંક શું હોય છે? જાણો બંને વચ્ચેનો તફાવત

Numerology: અંક જ્યોતિષમાં મૂળાંક અને ભાગ્યાંક શું હોય છે? જાણો બંને વચ્ચેનો તફાવત

અંકશાસ્ત્ર (Numerology)માં મૂળાંક અને ભાગ્યાંક બંને અલગ હોય છે. (Image- shutterstock)

Numerology: જ્યોતિષશાસ્ત્ર (Astrology)ની એક શાખા અંકશાસ્ત્રની વાત કરીએ તો તેમાં મૂળાંક અને ભાગ્યાંકનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. ઘણા લોકો આમાં મૂંઝવણ અનુભવે છે કે મૂળાંક અને ભાગ્યાંક એક જ છે અથવા મૂળાંક કોને કહેવાય અને ભાગ્યાંક કોને કહેવાય?

વધુ જુઓ ...
    Mulank and Bhagyank in Numerology: જ્યોતિષશાસ્ત્ર (Astrology)માં એવી ઘણી પદ્ધતિઓ છે, જેના દ્વારા વ્યક્તિ તેના ભવિષ્ય, તેના વ્યક્તિત્વ અને સારા-ખરાબ વિશે વિસ્તારથી જાણી શકે છે. જ્યોતિષ વિજ્ઞાનમાં મનુષ્યની કુંડળી, હસ્તરેખા, અંકશાસ્ત્ર, ફેસ રીડિંગ વગેરે ઘણી શાખાઓ છે, જેના માધ્યમથી તમે પોતાના વિશે ઘણી હદ સુધી જાણકારી મેળવી શકો છો. અંકશાસ્ત્ર (Numerology)ની વાત કરીએ તો તેમાં મૂળાંક અને ભાગ્યાંકનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. વાસ્તવમાં મૂળાંક અને ભાગ્યાંક બંને અલગ છે. ઘણા લોકો આમાં મૂંઝવણ અનુભવે છે કે મૂળાંક અને ભાગ્યાંક એક જ છે અથવા મૂળાંક કોને કહેવાય અને ભાગ્યાંક કોને કહેવાય? પરંતુ હકીકતમાં બંને વચ્ચે ઘણો તફાવત છે, ચાલો આજે જાણીએ કે મૂળાંક શું હોય છે અને ભાગ્યાંક કોને કહેવાય?

    મૂળાંક (What is Mulank)

    જો કોઈપણ જાતકની જન્મ તારીખ 1 થી 9 ની વચ્ચે આવે છે, તો તે વ્યક્તિનો મૂળાંક તે તારીખ પર આવનારી સંખ્યા માનવામાં આવે છે. જેમ કે જો કોઈ વ્યક્તિનો જન્મદિવસ 30 જુલાઈએ આવે છે અથવા 1 જાન્યુઆરીએ આવે છે, તો 30 જુલાઈ વાળાનો મૂળાંક 3 હશે અને 1 જાન્યુઆરી વાળાનો મૂળાંક 1 હશે. જો આ સંખ્યા 2 અંકની હોય, તો ઉદાહરણ તરીકે, 31 મે બર્થડેટ ધરાવતા જાતકનો મૂળાંક 3+1=4 થશે. જેના આધારે તે વ્યક્તિ પોતાના વિશે માહિતી મેળવી શકે છે.

    આ પણ વાંચો: કમ્પ્યુટરથી પણ ઝડપી ચાલે છે આ 4 નામવાળા લોકોનું મગજ! જાણો ક્યાંક તમે પણ આમા સામેલ નથી ને

    ભાગ્યાંક (What is Bhagyank)

    ભાગ્ય અંકનો ઉપયોગ જાતકની મહત્વપૂર્ણ તારીખ અને ઘટનાઓ અંગે જાણવા માટે થાય છે. ભાગ્યાંકની ગણતરી મૂળાંકની ગણતરી કરતાં થોડી વિસ્તૃત હોય છે. આમાં જાતકની જન્મ તારીખ, મહિનો અને વર્ષ ત્રણેયને ઉમેરીને જે સંખ્યા પ્રાપ્ત થાય છે તે વ્યક્તિનો ભાગ્ય અંક કહેવામાં આવે છે.

    આ પણ વાંચો: 17 મે સુધી આ 5 રાશિના જાતક રહે સતર્ક, મંગળ કરી શકે છે અમંગળ

    ભાગ્યાંકનું ઉદાહરણ

    તેને એવી રીતે સમજો કે જો કોઈ વ્યક્તિની જન્મ તારીખ 31/5/2022 છે, તો બધાને જોડીને જે સંખ્યા પ્રાપ્ત થશે તે તેનો ભાગ્યાંક હશે. જેમ કે 3+1+5+2+0+2+2=15=1+5=6 આ જન્મ તારીખે જન્મેલ વ્યક્તિનો ભાગ્યાંક 6 છે. વિવાહ, કાર્યસ્થળ, લકી સિટી, લકી નંબર વગેરે વિશે ભાગ્યાંક દ્વારા જાણવામાં આવે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર